દેવું ચૂકવવા પુત્રને વેચી, કિડનેપિંગની ફરિયાદ કરી

કાનપુર: બાબુપૂરવામાં દેવું ચૂકવવા માટે એક દંપતીઅે પોતાના છ મહિનાના માસૂમ બાળકને વેચી દીધું. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જઈને કિડનેપિંગની એફઅાઈઅાર લખાવી દીધી. પોલીસે તપાસ કરી તો દરેક વ્યક્તિ હેરાન રહી ગઇ. બાળક જાલોન એક વ્યક્તિ પાસે મળી અાવ્યું. પોલીસે દંપતી અને બાળક ખરીદનારને જેલ ભેગા કર્યા છે.

બાબુપૂરવા પોલીસ સ્ટેશનના એસઅોઅે ઘટનાને સમર્થન અાપ્યું છે. પાનની દુકાન ચલાવનાર ખાલિદના પરિવારમાં તેની પત્ની સૈદા ઉપરાંત પાંચ બાળકો છે. છ મહિના પહેલાં સૈદાઅે ફેઝાનને જન્મ અાપ્યો. અા બધાની વચ્ચે ઘરેલુ ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે ખાલિદ ૫૦ હજાર રૂપિયાનો દેવાદાર બની ગયો. દેવું ચૂકવવા તેણે અન્ય કોઈ રસ્તો ન દેખાયો તો તેણે જાલોનના બિઝનેસમેન હારુન સાથે વાત કરી. હારુન દોઢ લાખ રૂપિયામાં ફેઝાનને ખરીદવા રાજી થયો.

જુલાઈમાં રૂપિયા લઈને ફેઝાને હારુનને સોંપી દીધા. ફેઝાન ન જોવા મળતાં લોકો અાસપાસમાં જાતજાતની વાતો કરવા લાગ્યા તો ખાલિદ અેસઅેસપી પાસે ગયો અને પુત્રના કિડનેપિંગ માટે અાવેદન કર્યું. પોલીસે જ્યારે રિપોર્ટ લખીને તપાસ શરૂ કરી ત્યારે ખાલિદે પોતાના પુત્રને વેચી દીધો હોવાનું સત્ય સામે અાવ્યું.

You might also like