આવતા 4 વર્ષમાં બેકાર થઇ શકે ડેબિટ-ક્રેડિટ કાર્ડ: અમિતાભ કાંત

શનિવારે નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે, આગામી 3-4 વર્ષમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ATM બેકાર બની જશે અને લોકો તેમના નાણાકીય વ્યવહારો મોબાઈલ દ્વારા જ કરશે.

તેમણે આગળ કહ્યુ કે, ભારતમાં 72% વસતી 32 વર્ષથી નીચેના વયજૂથની છે અને તેનો ભારતને લાભ મળશે. નીચી વયના લોકોની સંખ્યા વધુ હોવાથી ભારતને અમેરિકા અને યૂરોપ જેવા દેશો સામે પણ લાભ મળશે.

નોઈડાની એમિટી યુનિવર્સિટી કે જ્યાં તેમને ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી ત્યાં તેમણે કહ્યુ કે, ભારતમાં 3-4 વર્ષોમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ATMનું ખાસ વજૂદ નહીં રહે અને લોકો નાણાકીય વ્યવહાર મોબાઇલની મદદથી જ કરશે.

તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જ્યાં અબજો બોયોમેટ્રિક એટલા જ મોબાઇલ ફોન્સ અને બેંક એકાઉન્ટ છે અને માત્ર ભારત જ દેશ આ દિશામાં અન્ય દેશોની તુલનામાં અલગ સાબિત થઈ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે ભારત હાલમાં 7.5% ની આસપાસનો વિકાસ દર નોંધાવી રહ્યો છે પણ અમારો પડકાર વિકાસદરને 9-10% ની રેન્જમાં લઈ જવાનો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નીતિ આયોગના CEOએ આગળ જણાવ્યુ કે, ભારતની 72% વસતી 32 વર્ષથી નાની વયજૂથની છે. આમ ભારતમાં અમેરિકા અને યૂરોપની સરખામણીમાં યુવાનોનું પ્રમાણ ઊંચું છે.

You might also like