જમ્મુ કાશ્મીરમાં 2008 બાદ 2016માં સૌથી વધારે શહીદ થયા જવાન

નવી દિલ્હી: શનિવારે જમ્મુ અને કાશ્મીરમાં પમ્પોરમાં સેનાના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 3 જવાન શહીદ થઇ ગયા. જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે અત્યર સુદી આતંકી હુમલામાં 87 જવાનો શહીદ થઇ ગયા છે. એમાંથી 71 જવાન કાશ્મીર ઘાટીમાં શહીદ થયા છે. શહીદોમાં 6 ઓફિસરોનો પણ સમાવેશ થાય છે.

2008 બાદ કોઇ એક વર્ષમાં જવાનોની શહીદો થવાનો આ સૌથી મોટો આંકડો છે. સપ્ટેમ્બરમાં ઉડીમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલામાં જ 19 જવાન શહીદ થયા હતાં. આ હુમલા બાદ ભારતીય સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. સેનાએ પીઓકેમાં ઘૂસીને કેટલાક આતંકી કેમ્પોને ઉડાવી દીધા હતાં, પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક બાદથી જવાનો પર આતંકી હુમલામાં પણ વધારો થયો છે.

ટેરર વાચ ડેટા સાઇટ SATP પ્રમાણે 2016માં જમ્મુ અને કાશ્મીરમાં ગચ સપ્તાહ સુધી કુલ 84 જવાન શહીદ થયા હતા. 2008માં 90 જવાનો શહીદ થયા હતા. મુંબઇ હુમલાના કારણે એ વર્ષે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો. 2009માં સૂબામાં 78 જવાનો આતંકી હુમલામાં શહીદ થયા હતા. 2010માં 67 અને 2011માં 30 જવાનો શહીદ થયા હતાં. 2012માં સૂબામાં જવાનોએ ઓછું નુક્સાન ઝેલવું પડ્યું હતું. એ વર્ષે આતંકી હુમલામાં 17 જવાનો શહીદ થયા હતા. 2013માં આ આંકડો 61 નો હતો 2014 માં 50 અને 2015માં 41 રહ્યો.

દક્ષિણ કાશ્મીરમાં પુલવામાં શનિવારે બપોરના સમયે શ્રીનગર જમ્મુ હાઇવે પરથી પસાર થઇ રહેલા સૈનાના કાફલા પર બાઇર પર સવાર 2 આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલા બાદ આતંકી ફરાર થઇ ગયા હતાં. એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે ગોળીબાર દરમિયાન રાજમાર્ગ પર ઘણા બધા હોવાને કારણે સેના જવાબી કાર્યવાહી કરી શકી નહીં. આ મોકાનો ફાયદો ઉઠાવીને આતંકી ભાગવામાં સફળ રહ્યા. સુરક્ષા દળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

You might also like