કાળા કુબેર તરીકે કુખ્યાત મહેશ શાહની પત્નીનું અવસાન

અમદાવાદ : IDS હેઠળ રૂ. 13,860 કરોડનું કાળુ નાણું જાહેર કરનાર મહેશ શાહના પત્ની વનીતા શાહનું લાંબા સમયની માંદગી બાદ અવસાન થયું છે. વનીતા શાહ છેલ્લા ઘણા સમયથી કેન્સરથી પીડાતા હતા. આજે વહેલી સવારે તેમનું નિધન થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ શાહ જ્યારે મીડિયા સમક્ષ હાજર થયો ત્યારે પત્નીનાં નામે તેની આંખો ભીની થઇ હતી. તે પોતાની પત્નીનેખુબ જ પ્રેમ કરતો હોવાનું સામે આવ્યું હતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રૂ.13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહની પત્ની વનીતા શાહનું આજે વહેલી સવારે નિધન થયું છે. વનીતા શાહ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા. મહેશ શાહના કૌભાંડની વાત જ્યારે બહાર આવી ત્યારે જ તેમના પત્નીના કેન્સર હોવાના પણ સમાચાર આવ્યા હતા.તેનો પુત્ર મોનિતેશ પણ માતાની સેવા કરવા માટે નોકરી છોડીને માતાની સેવા કરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

દીકરીની વૈભવી લાઈફસ્ટાઈલ અને પરિવારના સદસ્યોની તસવીરો સામે આવી હતી. મહેશ શાહની સમાચાર બહાર આવ્યા બાદ તેના પુત્ર મોનીતેશ શાહે મીડિયાને કહ્યું કે, હાલ તેઓને કેન્સરગ્રસ્ત માતાની ચિંતા છે. હું પોતે બેરોજગાર છું અને માતાની સેવા કરું છું. જો કે પુત્ર અને પુત્રીની ઉડીને આંખે વળગે તેવી વૈભવી લાઇફ સ્ટાઇલનાં કારણે પણ બંન્ને ચર્ચામાં રહ્યા હતા. જ્યારે તેના જમાઇ ફાઇનાન્સનો ધંધો કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

You might also like