VIDEO: સુરતનાં કોઝ-વેમાં સેલ્ફી લેતાં ડૂબ્યાં 4 યુવકો, 2નાં મોત અને 2નો આબાદ બચાવ

સુરતઃ શહેરમાં રાંદેર વિસ્તારમાં આવેલ વિયર કમ કોઝ વે પર સેલ્ફી લેવા જતા ચાર યુવકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 2 યુવકોનાં મોત થયાં હતાં અને અન્ય બે યુવકોને 108 ટીમ દ્વારા બચાવી લેવાયાં હતાં. જો કે આ સમગ્ર ઘટનાને પગલે લોકોનાં ટોળે ટોળા ઉમટી પડ્યાં હતાં.

જો કે મહત્વનું છે કે ડૂબેલા બે યુવાનોની ફાયરવિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે તેમજ જે બે યુવાનોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે તેઓની હાલત પણ હાલમાં તો ગંભીર છે. જો કે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે પવિત્ર રમઝાન માસમાં નમાઝ અદા કર્યા બાદ મિત્રો કોઝ વેમાં ફરવા ગયાં હતાં. તેવામાં સેલ્ફી લેતા એક મિત્રનો પગ અચાનક જ નદીમાં પડયો હતો. જેણે બચાવવા ત્રણ મિત્રો પણ નદીમાં પડ્યાં હતાં. રમઝાન માસમાં આ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

You might also like