ચાચા નેહરુની આજે પુણ્યતિથિ, જાણો તેમના વિશે કેટલીક ખાસ વાતો…

આજે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી અને બાળકોના પ્રિય ચાચા નેહરુની પુણ્યતિથિ છે. દેશના વિકાસ માટે કામ કરતા તેમનું આજના દિવસે 27 મે 1964ના નિધન થયુ હતુ. જાણો તેમના વિશે કેટલીક ખાસ વાતો.

નેહરુજી નો જન્મ 14 નવેમ્બર 1889 ના બ્રિટિશ ભારતમાં ઈલ્હાબાદમાં થયો હતો. તેમના પિતા મોતીલાલ નેહરુ એક ધનીક બેરિસ્ટર હતા, જેઓ કશ્મીરી પંડિત સમુદાયના હતા. તેમની માતા સ્વરૂપરાણી થુસ્સૂ લાહોરમાં વસેલા એક સુપરિચિત કશ્મીરી ભ્રહ્મણ પરિવારના હતા.

નેહરુએ પ્રારંભિક શિક્ષા પોતાના ઘરે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 15 વર્ષની ઉંમરમાં તેઓ ઈંગ્લેન્ડ પહુંચી ગયા હતા અને સ્કુલની શિક્ષા હૈરો સ્કૂલથી પુરી કર્યા બાદ કૈંમ્બ્રિજ વિશ્વવિધાલયમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે પ્રાકૃતિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ ડિગ્રી લીધી હતી.

ભારત પરત ફર્યા બાદ તેમણે પોતાનુ રાજનીતિક જીવન એક સ્વતંત્રતા સેનાનીના રૂપમાં શરૂ કર્યુ હુ. દેશને આઝાદ કરાવવા માટે તેઓ ઘણીવાર જેલ પણ ગયા અને ઘણીવાર તેમણે સ્વતંત્રતા સેનાનીઓ માટે કોર્ટમાં વકાલત પણ કરી.

વર્ષ 1912માં તેમણે એક પ્રતિનિધિના રૂપમાં બાંકીપુર સમ્મેલનમાં ભાગ લીધો. વર્ષ 1919માં તેઓ અલ્હાબાદના હોમ રૂલમાં લીગ સચિવ બન્યા. 1916માં તેઓ પહેલીવાર મહાત્મા ગાંધીને મળ્યા, જેમનાથી તેઓ ખુબ પ્રભાવિત થયા. તેમણે 1920માં ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં પહેલી ખેડુત માર્ચનું આયોજન પણ કર્યુ.

નેહરુજીએ જેલમાં રહેતા બે પુસ્તકો લખ્યા, જમાંથી એક પુસ્તકનું નામ હતુ ‘ધ ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’. આ પુસ્તક ખુબ પ્રસિદ્ધ થયુ. આ પુસ્તકમાં ભારતના ઈતિહાસ અને તેની શોધથી જોડાયેલી ઘણી દુર્લભ જાણકારીઓ છે. ત્યાર બાદ તેનો હિંદી અનુવાદ ‘ભારત એક ખોજ’ પણ આવી.

જેલમાં રહેતા તેમણે પોતાની દીકરી ઈન્દિરાને પણ ઘણા પત્રો લખ્યા હતા. આ પત્રોમાં તેમણે ઘણી એ વાતોનો ઉલ્લેખ કર્યો કે જેને તેઓ કોઈની સાથે શેયર કરતા નહોતા. તેમના પત્રોને તેમની દીકરીએ વાચ્યા બાદ પણ પોતાની સાથે સંભાળીન રાખ્યા હતા.

15 ઓગસ્ટ 1947ના જ્યારે દેશ આઝાદ થયો ત્યારે તેમણે જ દેશની જવાબદારી સંભાળી હતી. આઝાદી બાદ તઓએ ઘણી પંચવર્ષીય યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે દુનિયાને પંચશીલનો સિદ્ધાંત પણ આપ્યો.

admin

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago