અહીં દુલ્હનની લાશ સાથે થાય છે કુંવારા છોકરાના લગ્ન, કારણ ચોંકાવનારું

લગ્ન દરેક વ્યક્તિ માટે એક યાદગાર ક્ષણ હોય છે. પરંતુ એક જગ્યા એવી પણ છે જ્યાં લોકો પોતાના ઘરના કુંવારા છોકરાઓના લગ્ન મરેલી છોકરી સાથે કરાવે છે. જાણો દુનિયાને હેરાન કરી દેનારી આ અનોકી પરંપરા વિશે.

ચીનના ગ્રામીણ વિસ્તારોમાં આ ભુતિયા લગ્નનું પ્રચલન છે. આ ભયાનક લગ્નમાં દુલ્હનની લાશને કબ્રસ્તાનમાંથી નિકાળીને કુંવારા છોકરા સાથે લગ્ન કરાવવામાં આવે છે.

માનવામાં આવે છે કે છોકરાના મૃત્યુ બાદ તેની કબરની બાજુમાં લગ્ન કરેલી મહિલાઓની કબર બનાવવામાં આવે તો બીજા જન્મમાં છોકરો કુંવારો રહેતો નથી.

આ પ્રથા ચીનમાં 3000 વર્ષોથી ચાલતી આવી છે. પરંતુ આ પ્રથાની શિકાર કબરમાં દફન કરેલી મહિલાઓ થઇ રહી છે. આવું એટલા માટે કારણ કે ચીનમાં લગ્ન કરેલી મૃત મહિલાઓના લાશની બોલી લગાવવામાં આવે છે.

એક રિપોર્ટ અનુસાર એક મૃત મહિલાની લાશની કિંમત 20 હજાર ડોલર સુધી પહોંચી ગઇ છે. પરંતુ તાજેતરમાં જ એક મૃત મહિલાના પરિવારના લોકોએ લગ્ન માટે છોકરાના ઘરના લોકો પાસેથી આશરે 1 લાખ 80 હજાર યુઆન એટલે કે 18 લાખ રૂપિયા લીધા.

આ પ્રથાને ચીનની સરકાર ગેરકાયદે જાહેર કરી ચુકી છે. પરંતુ લોકો છાનેમાને આ ભુતિયા લગ્નને કરાવી રહ્યા છે.

You might also like