OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦ કિલો પ્લાસ્ટિક મળી આવ્યું હતું. મ‌િરન બાયોલોજિસ્ટ ડેરેલ બ્લાચલે અને ડિબોન કલેક્ટર મ્યુઝિયમની ટીમે ફિલિપાઈન્સના એક આયર્લેન્ડ પર માછલીને મરેલી હાલતમાં જોઈ હતી.

ડેરેલના જણાવ્યા મુજબ દુનિયામાં પહેલી વખત આટલી માત્રામાં પ્લાસ્ટિક વહેલના શરીરમાંથી મળ્યું હતું. તપાસમાં મોતનું કારણ ગે‌િસ્ટ્રક શોક જણાવાયું હતું. ફિલિપાઈન્સ દવાઓ સિટીઓ ‘ડિબોન કલેક્ટર’નું નામ મ્યુઝિયમ છે, જે જાનવરના સ્કેલેટનોને શો-કેસ કરે છે.

‘ડિબોન કલેક્ટર’ મ્યુઝિયમના ફેસબુક પેજ પર અપાયેલી જાણકારી મુજબ ૧૬ માર્ચે એક ઓછી ઉંમરની વહેલ માછલીને મળી આવી હતી, જેના પેટમાં ૪૦ કિલોની પ્લાસ્ટિકની બેગ મળી આવી છે, તેમાં ૧૬ ચોખાની બોરી સહિત કેટલીયે શોપિંગ બેગ મળી આવી છે. પ્લાસ્ટિક સામાનનું આખું લિસ્ટ થોડા દિવસમાં જારી કરાશે. જેટલું પ્લાસ્ટિક તે વહેલ માછલીના પેટમાં મળ્યું છે તેટલું આજ સુધી કોઈ માછલીમાં મળ્યું નથી.

જે લોકો સમુદ્રમાં કચરો ફેંકે છે તેમની વિરુદ્ધ હવે સરકાર સખત પગલાં ભરશે. ઓટોપ્સી બાદ સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ હદ સુધી વહેલના શરીરમાં પ્લાસ્ટિક કચરો ભરાયો હતો. આંતરડાંઓમાં પ્લાસ્ટિક ભરાવાના કારણે ગેસ્ટ્રિક શોકથી તેનું મૃત્યુ થયું હતું.

મ્યુઝિયમના બાયોલોજિસ્ટનું કહેવું છે કે પહેલી વાર આટલી માત્રામાં પ્લાસ્ટિક વહેલના શરીરમાંથી મળી આવ્યું છે. મરિન બાયોલોજિસ્ટ ડેરેલ બ્લેચલેના જણાવ્યા મુજબ છેલ્લાં ૧૦ વર્ષમાં તેમણે મરી ચૂકેલી ૫૭ આવી માછલીઓ જોઈ છે, જેમનાં મોત પેટમાં પ્લાસ્ટિકમાં કચરો જવાથી થયાં છે. ગયા વર્ષના જૂનમાં દક્ષિણ થાઈલેન્ડમાં વહેલનું મૃત્યુ થયું હતું, જેમાં ૮૦ પ્લાસ્ટિક બેગ મળી આવી હતું, તેનું વજન આઠ કિલો હતું.

You might also like