વસ્ત્રાપુરની ક્રિષ્ના હોટલમાં પૂનાનાં યુવકનો આપઘાત

અમદાવાદ: શહેરનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી હોટલમાં શુક્રવારે સાંજે મૂળ પૂનાનાં રહેવાસી અને હાલ વસ્ત્રાપુરનાં કોલ સેન્ટરમાં નોકરી કરતાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૂળ પૂનાનાં રહેવાસી અને હાલ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં નોકરી કરતાં વિવિન વર્ગીસ (ઊં.વ ૩૦)એ શુક્રવારે સાંજે વસ્ત્રાપુર માનસી સર્કલ રોડ પર આવેલી ક્રિષ્ના હોટલનાં રૂમ નં. ૧૦૪માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે વસ્ત્રાપુર પોલીસને જાણ કરાતાં વસ્ત્રાપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

પોલીસ તપાસમાં વિવિન વર્ગીસ શુક્રવારે વહેલી સવારે હોટલમાં આવ્યો હતો. અને ચેકઈન કર્યું હતું બાદમાં સાંજ સુધી તેઓ ન આવતાં હોટલનાં કર્મચારીએ રૂમમાં તપાસ કરતાં તેઓની લાશ મળી હતી. વિવિન વર્ગીસ વસ્ત્રાપુર વિસ્તારમાં જ
આવેલી કોઈ કોલ સેન્ટરમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે હાલ આ અંગે તપાસ શરૂ કરી છે. હોટલનાં સીસીટીવી ફૂટેજ વગેરે મેળવ્યાં છે તેમજ હોટલમાં યુવકને મળવા કોણ કોણ આવ્યું વગેરે અંગે પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

You might also like