સરકારે પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરી આપતા મહિલા આયોગના અધ્યક્ષ ઉપવાસનો કરશે અંત

પોક્સો એક્ટ: મહિલા આયોગના અધ્યક્ષ તોડશે ઉપવાસ, PMના અધ્યાદેશ લાવવા પર જનતાને પાઠવ્યા અભિનંદન
દિલ્હીના રાજઘાટ પર સમતા સ્થળ પર છેલ્લા નવ દિવસથી ઉપવાસ પર બેસેલા દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ આજે ઉપવાસ તોડશે.

પોક્સો એકટના સંશોધનમાં કેબિનેટે આપેલી મંજૂરી બાદ પોતાના ઉપવાસને પૂરો કરવાની જાહેરાત કરી હતી. એક્ટમાં સંશોધન માટે અધ્યાદેશ લાવવાના નિર્ણય પર તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સાથે જીત માટે દેશની જનતાનો શુભેચ્છા પાઠવી હતી.

મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ તેમના 9 દિવસના ઉપવાસનો અંત કરશે. બાળકીઓ પર દૂષ્કર્મના કેસમાં ફાંસીની માગ સાથે તેઓ ઉપવાસ પર હતા. જો કે કેન્દ્ર સરકારે ગઇકાલે કેબિનેટમાં પોક્સો એક્ટમાં સુધારાને મંજૂરી આપતા હવે તેઓ પોતાના ઉપવાસ પૂર્ણ કરવાની જાહેરાત કરી છે. જો કે તેની સાથે મહિલા આયોગના અધ્યક્ષે ચીમકી આપી છે કે જો 3 મહિનામાં પોક્સોનો અમલ ન થાય તો તેઓ ફરીથી ઉપવાસ પર બેસી જશે.

You might also like