દયાશંકર સિંહે ધરપકડ ટાળવા લખનૌ હાઈકોર્ટમાં અરજી કરી

લખનૌ: ભાજપના પૂર્વ નેતા દયાશંકર સિંહે તેમની સંભવિત ધરપકડ ટાળવા લખનૌ હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજીમાં તેઓએ તેમની ધરપકડ સામે સ્ટે આપવામાં આવે તેવી માગણી કરી છે. તેથી આ કેસની આવતી કાલે ન્યાયમૂર્તિ અજય લાંબા અને ન્યાયમૂર્તિ રવીન્દ્રનાથ મિશ્રાની ખંડપીઠ સુનાવણી કરે તેવી સંભાવના છે.

લખનૌ હાઈકોર્ટમાં દયાશંકર સિંહે કરેલી અરજી અંગે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય સંયોજક અને વરિષ્ઠ અધિવક્તા રાધવેન્દ્ર સિંહ રજૂઆત કરશે. દયાશંકર તરફથી અરજી દાખલ કરનારા અધિવકતા દિલીપકુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર અરજીમાં જણાવવામાં આવ્યું છે કે દયાશંકર સિંહ નિર્દોષ છે. અને રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની સામે કોઈ ગુનો બનતો નથી. આ અંગે એવી પણ દલીલ થઈ હી છે કે બનાવનું સ્થળ મઉ છે. તેથી લખનૌમાં અરજી કેવી રીતે દાખલ થઈ શકે. સાથોસાથ જણાવવામાં આવ્યું છે કે એસસી,એસટી અધિનિયમ હેઠળ આ અંગે કોઈ ગુનો બનતો નથી. અરજીમાં જણાવાયા અનુસાર દયાશંકરને રાજકીય કિન્નખોરીથી આવા ષડયંત્રમાં ફસાવવામાં આવી રહ્યા છે.

દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યુ છે કે દયાશંકર સામે લખનૌનાં હસનગંજ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી પાંચ કેસ દાખલ થયા હોવાનું બહાર આવ્યું છે. તેમાં અક કેસ એવો છે કે જેમાં દયાશંકર સામે કોર્ટે જામીન વોરંટ પણ જારી કર્યું હતું. બીજા ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા આ કેસમાં આગામી સુનાવણી 30 જુલાઈએ હાથ ધરાશે. જોકે પોલીસ દયાશંકરની માતાનું નિવેદન લઈ શકી નથી.

You might also like