માયાવતી પર અભદ્ર ટીપ્પણી કરનાર દયાશંકર સિંહની ધરપકડ

નવી દિલ્હીઃ માયાવતી વિરૂદ્ધ અપમાનજક ટિપ્પણી કરનાર દયાશંકર સિંહ આખરે પકડાઇ ગયા છે. તેમને યુપી પોલીસની સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સે શુક્રવારે બિહરાના સીમાવર્તી બકસર જિલ્લામાંથી પકડી પાડ્યા છે.

બીજેપીમાંથી કાઢી મૂકવામાં આવેલા દયાશંકર સિંહને ગુરૂવારે હાઇ કોર્ટે પણ રાહત આપવાનો ઇનકાર કર્યો છે. ઇલ્હાબાદ હાઇકોર્ટની લખનઉ બેચમાં સિંહની અરજી નકારી દેવામાં આવી છે. સાથે જ અરેસ્ટ વોરન્ટ પર રોક લગાવવા અંગે ઇનકાર કર્યો છે. દયાશંકર સિંહને બકસરના શુગર મીલ કોલોનીમાંથી ઝડપી પાડવામાં આવ્યાં છે. તેઓ તેમના એક પરિજનના ઘરે છૂપાયેલા છે. સોમવારે લખનઉ સીજેએમ કોર્ટે દયાશંકર વિરૂદ્ધ બીન જામીન વોરન્ટ બહાર પાડ્યો હતો.

You might also like