ડો. હાથીના નિધનથી આઘાતમાં દયાબેન-જેઠાલાલ, ટપુએ કરી ઇમોશનલ પોસ્ટ…

સોમવારના રોજ ટીવી શો ‘તારક મહેતાના ઉલ્ટા ચશ્મા’માં ડોકટર હંસરાજ હાથીનું કિરદાર કરતા અભિનેતા કવિકુમાર આઝાદનું નિધન થઇ ગયું. તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમના નિધન પર દેશભરના કલાકાર અને રંગમંચના અભિનેતાઓ દુખી જોવા મળ્યા હતા.

તારક મહેતાની ટીમને સદમામાં જોવા મળી હતી. જેવા તેમના નિધનના સમાચાર મળ્યા તેવું જ શો નું શૂટિંગ રદ્દ કરી દેવામાં આવ્યું હતું. શોના લીડ અભિનેતા દયાબેન-જેઠાલાલ ઘણા દુખી જોવા મળ્યા હતા. જ્યારે ટપ્પુએ ડો. હાથી માટે ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.

દિશા વકાણી એટલે કે દયાબેનએ ડોકટર હાથીના નિધન પર દુઃખ વ્યકત કરતાં ટીઓઆઇ દ્વારા કહ્યું છે કે હું એ વાત પર ભરોસો નથી કરી શકતી કે તેઓ હવે આપણી વચ્ચે રહ્યાં નથી. આ શોકિંગ કરતાં ભારે છે. તેઓ ઘણા સારા માણસ હતા. તેઓ જેમ ઓનસ્ક્રીન હતા તેઓ જ ઓફસ્કીન હતા. તેઓને જમવાનું અને જમાડવાનું વધુ પસંદ હતું. મારી પ્રેગન્સી સમયે તેઓ વધારે વખત ગુલાબજાંબુ લાવતા હતા.

દિલિપ જોશી (જેઠાલાલ)એ સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે આ ખબર સાંભળી હું ઘણો દુઃખી થયો છું. હું હાલમાં મારા પરિવાર સાથે લંડનમાં છું. મને આ અંગેની જાણકારી ટીમના મેમ્બર દ્વારા મળી હતી જો કે હજુ સુધી હુ આ વાત માની શકતો નથી. જેઠાલાલે ડોકટર હાથને તારક મહેતાના શોના લાફિંગ બુધ્ધા બતાવ્યા.

તો સિરિયલમાં ટપ્પુનો કિરદાર કરનાર ભવ્ય ગાંધીએ ડોકટર હાથી સાથે તેનો ફોટો શેર કર્યો હતો. જેમાં ઇમોશનલ કેપ્શન લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે ‘I will hold on to this hug.. sleep in ease. ઉલ્લેખનીય છે કે ભવ્ય ગાંધીએ શોમાં દયાબેન અને જેઠાલાલના પુત્રનો રોલ કર્યો હતો. ગત વર્ષે તેણે શો છોડી દીધો હતો.

You might also like