દયાશંકરની પૂછપરછ માટે કસ્ટડીમાં લેવા જરૂરી: હાઈકોર્ટ

લખનૌ: માયાવતીને અપશબ્દો કહેવાના મામલે લખનૌ હાઈકોર્ટની ખંડપીઠે રાજ્ય સરકારને પૂછયું છે કે શું આ કેસમાં દયાશંકરની પૂછપરછ કરવા તેમને અટકાયતમાં લઈને કસ્ટડીમાં મોકલવા જરૂરી છે. કોર્ટે આ કેસમાં દયાશંકર સામે એફઆઈઆર દાખલ કરતી વખતે જે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે તે પુરાવા રજૂ કરવા જણાવ્યુ છે.

દરમિયાન કોર્ટે આ મામલે સરકારને પાંચમી ઓગસ્ટ સુધી સોંગદનામું રજૂ કરવા જણાવ્યુ છે. અને આ મામલાની વધુ સુનાવણી આઠમી ઓગસ્ટે કરવામાં આવશે.

દયાશંકર તરફથી તેમની સામે માયાવતી દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને પડકારતી અરજી અગે જસ્ટિસ અજય લાંબા અને જસ્ટિસ આર એન મિશ્રાએ સુનાવણી કરી હતી. સરકાર તરફથી ઉચ્ચ મહાઅધિવક્તા ઝફરપાલ જિલાણી અને ઉચ્ચ અધિકારી આર.કે. દ્વિવેદીએ જણાવ્યું કે પૂછપરછ માટે દયાશંકરને કસ્ટડીમાં રાખવા જરૂરી છે. આ અંગે કોર્ટે જણાવ્યું હતું કે કયા કારણસર અને કેવી પૂછપરછ માટે તેમને કસ્ટડીમાં લેવા જરૂરી છે.

You might also like