પરિવારની તમામ માંગણીઓ સંતોષવામાં આવશે: Dy CM નીતિન પટેલ

પાટણ આત્મવિલોપન મામલે ડે. સીએમ નીતિન પટેલે યોજી પત્રકાર પરિષદ

પાટણમાં દલિત આગેવાન ભાનુ વણકરના આત્મવિલોપન મામલે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં સામાજીક ન્યાય અને અધિકારીક મંત્રી ઉપસ્થિત રહ્યાં હતા. ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર સમગ્ર મામલે દુખી છે. ડે. સીએમ કહ્યું કે મુખ્યમંત્રીએ મંત્રીઓ સાથે યોજેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી.

દલિત સમાજના આગેવાનો સાથે સરકારે ચર્ચા કરી. સરકાર દલિત આગેવાનના પરિવારને સંપૂર્ણ મદદ કરીશું. રાજ્ય સરકાર ગરીબ અને પછાત વર્ગ માટે ચિંતિત છે. પાટણકાંડ મુદ્દે સરકારે મહત્વની જાહેરાત કરી હતી.

અમારી સરકાર આવા બનાવનો રાજકીય લાભ લેવા માંગતી નથી. 1955માં ખાલસા કરેલી આ જમીન હાલ આ પરિવાર પાસે છે. 7/12ના ઉતારામાં પરિવારમાં નામ નથી. આઝાદી બાદ સરકારના નિયમ પ્રમાણે જમીન અપાઇ હતી. આ જમીન પરીવારને સોંપાશે. 7/12ના ઉતારામાં પરિવારનું નામ ઉમેરવામાં આવશે.

જ્યારે સરકાર બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇને જવાબદાર સામે કાર્યવાહી કરશે. ભાનુભાઇના પરિવારની સુચના પ્રમાણે તપાસ કમિટિની રચના કરાશે. સીટ કે નિવૃત્ત જ્જની અધ્યક્ષતામાં કમિટી બનાવાશે. કોની ભૂલથી બનાવ બન્યો તે અંગેની તપાસ હાથ ધરાશે.

પરિવારની તમામ માંગણીઓ સંતોષવામાં આવશે. નોકરીને લઇને પરિવારની માંગણીઓ સરકાર સ્વીકારશે. ભાનુભાઇના પરિવારને 4 લાખ સહાય આપવામાં આવશે. ભાનુભાઇની સારવારનો ખર્ચ પણ સરકાર ચુકવશે.

You might also like