અન્ના હજારેના આંદોલનના સાતમા દિવસે વજન 5.5 કિલો ઘટ્યું, ડૉક્ટરે આપી સલાહ

અન્ના હજારેના આંદોલનનો આજે સાતમો દિવસ, કિલો ઘટ્યું વજન રામલીલા મેદાનમાં લોકપાલ બિલ, ચૂંટણી સુધાર પ્રક્રિયા અને ખેડૂતોની માગણીઓને લઈને એકવાર ફરીથી સામાજીક કાર્યક્રર અન્ના હજારે આંદોલન કરી રહ્યા છે.

આજે અન્ના હજારેની ભૂખ હડતાળનો સાતમો દિવસ છે. ભૂખના કારણે અન્ના હજારેની તબિયત લથડવા લાગી છે. અન્ના હજારેનું સાત દિવસમાં 5.5 કિલો વજન ઘટી ગયું છે, જ્યારે બ્લડ પ્રેશર 186/100 પહોંચ્યુ છે. ઉપરાંત તેમના શરીરની સુગરમાં પણ ઘટાડો થયો છે.

અન્નાની તબિયત લથડતા ડોક્ટરે તેમનું ચેકઅપ કર્યું હતું અને આરામ કરવા તથા વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપી હતી. ઉલ્લેખનીય છે કે છ દિવસમાં તેમને એકપણ મંત્રીઓ મળવા આવ્યા નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અન્ના હજારે સાથે મુલાકાત કરવાના હતા.

અન્ના હજારેએ આંદોલનકારીઓને સંબોધતાં કહ્યું હતું કે, ગિરીશ મહાજન સાથે વાત નિષ્ફળ રહી છે. સરકાર ખેડૂતોને ખેતીની લાગતના દોઢગણા રૂપિયા આપવા માટે તૈયાર છે. જો કે આ રૂપિયા કેવી રીતે આપશે તેમની પાસે તેનો કોઈ જવાબ નથી. સરકાર પાસે ખેડૂતોને લઈને કોઈ યોજના નથી. લોકપાલ મામલે પણ સરકારે કોઈ આશ્વાસન આપ્યું નથી.

You might also like