ભારતને મળી મોટી સફળતા, દાઉદના સાગરિત જબીર મોતીની લંડનમાંથી ધરપકડ

ભારતને એક મોટી સફળતા મળી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા અંડરવર્લ્ડ ડોન દાઉદના જમણો હાથ ગણાતો જબીર મોતીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ શુક્રવારે લંડનમાંથી ધરપકડ કરવામાં આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોતી દાઉદનો વિદેશમાં ધંધો સંભાળે છે.

તેની ધરપકડ બાદ આશા રાખવામાં આવી રહી છે કે હવે દાઉદ અંગની મહત્વપૂર્ણ જાણકારી તેની પાસેથી મળી શકશે. ડ્રગ તસ્કરી, ખંડણી તેમજ અન્ય અપરાધમાં સામેલ મોતીની ધરપકડ કરવા માટે ભારતે અપીલ કરી હતી. મળતી જાણકારી મુજબ મોદી દાઉદનો ઘણો ખાસ છે અને તે પૈસા સાથે જોડાયેલ દરેક મામલો તે જોતો હતો.

જબીર પાસેથી પ્રાપ્ત થયેલા પાસપોર્ટ મુજબ તે પાકિસ્તાની નાગરિક છે. મોતી મિડિલ ઇસ્ટ, બ્રિટેન, યૂરોપ, આફ્રિકા સહિત અન્ય દેશોમાં પણ દાઉદના ધંધાનં સંચાલન કરતો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એક અહેવાલ મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં રહે છે.

You might also like