શું મોસ્ટ વોન્ટેડ આતંકી દાઉદની હાલત ગંભીર? બ્રેઇન સર્જરી બાદ વેન્ટિલેટર પર દાઉદ:સૂત્ર

નવી દિલ્હી : ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી ડોન દાઉદ ઇબ્રાહીમની તબિયત ગંભીર હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે જો કે આ અંગે હાલમાં કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી. મીડિયાના અહેવાલ મુજબ દાઉદની હાલત ગંભીર જણાવામાં આવી રહી છે. દાઉદને કરાચીના કંબાઇડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાયો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ 22 એપ્રિલે દાઉદને બ્રેઇન ટયુમરનું ઓપરેશન કરાયું હતું. હાલમાં બ્રેઇન સર્જરી બાદ દાઉદ વેન્ટિલેટર પર હોવાનું સૂત્રોના અહેવાલ જણાવી રહ્યાં છે. દાઉદ ભારતમાં મુંબઇ સિરિયલ બ્લાસ્ટથી ફરાર છે. મુંબઇ સિરિય બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા અને 700થી વધારે લોકો ઘાયલ થયા હતા. અમેરિકાએ પણ દાઉદને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો. દાઉદની આ ખબરને સત્તાવાર સમર્થન મળ્યું નથી.
http://sambhaavnews.com/

You might also like