હવે દાઉદની ઘેરાબંધીઃ પાકિસ્તાને અન્ડરગ્રાઉન્ડ રહેવાની સૂચના આપી

નવી દિલ્હી: ભારતીય તપાસ એજન્સીઓએ હાફિઝ સઇદ બાદ હવે અન્ડરવર્લ્ડ ડોન ઇબ્રાહીમનેે ઘેરવાની તૈયારી કરી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતના તાજેતરના પ્રયાસોના કારણે દાઉદ ઇબ્રાહીમ માટે પાકિસ્તાનમાં મુશ્કેલીઓ વધી ગઇ છે. પાકિસ્તાને દાઉદને અન્ડરગ્રાઉન્ડ રહેવા અને તેના તમામ વર્તમાન ફોન નંબરો બંધ કરી દેવા સૂચના આપી દીધી છે.

છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા આ પ્રયત્નોમાં ગત નવેમ્બરમાં ભારત સરકારે પાકિસ્તાનને દાઉદ ઇબ્રાહીમ અને તેના પરિવાર સાથે સંકળાયેલા ર૦ લોકોના ફોન નંબર, નામ અને સરનામાં આપ્યાં હતાં. ભારતનું કહેવું હતું કે આ એ સરનામાં છે ત્યાં દાઉદ માત્ર રહેતો જ નથી, પરંતુ આપેલા નંબરો પર વાતચીત પણ કરે છે. આ ફોન નંબર પરથી સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે દાઉદ કરાચીમાં કોઇ ચોક્કસ જગ્યાએ છે.

દાઉદના જે છ ફોન નંબર આપવામાં આવ્યા હતા તેમાંથી ચાર લેન્ડલાઇન અને બે મોબાઇલ નંબર છે. આ બધા ફોન નંબર દાઉદે નામજોગ લીધા હત. દાઉદના ઘરનો ફોન નં.+૯ર-ર૧૩પ૮૭૧૬૩૯ છે. આ નંબર દાઉદની પત્ની મહાજબીન શેખના નામથી પાકિસ્તાનના કરાચી શહેરમાં રજિસ્ટર છે. તેનું સરનામું: ડી-૧૩, બ્લોક-૪, કેડીએ સ્કીમ-પ ક્લિફ્ટન, કરાચી છે. એ જ રીતે દાઉદની પુત્રી મહારુખ ઇબ્રાહીમનો નંબર +૯ર-૩૦૦૮ર૭૪૭૯૬, આ ફોન નંબર પણ પાકિસ્તાનનો છે અને દાઉદની મોટી પુત્રી માહરુખના નામે રજિસ્ટર્ડ છે, જ્યારે દાઉદની નાની પુત્રી મહેરીનના નામે +૯ર-૩૦૦રર૩૮પ૭ર નંબર રજિસ્ટર્ડ થયેલો છે, જ્યારે દાઉદ ઇબ્રાહીમના નામે +૯ર-ર૧૯૯ર૩**** અને +૯ર-૩૩૩૩ર૦**** નોંધાયેલ છે.
http://sambhaavnews.com/

You might also like