દાઉદ નેપાળના રસ્તે ભારતમાં ઘૂસાડી રહ્યો છે કોકીન

નવી દિલ્હીઃ કાઠમાંડૂ થલેમની એક હોટલમાં ત્રણ કરોડ રૂપિયાનો દોઢ  કિલોગ્રામ કોકીનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મલેશિયન નાગરિક એલિસ જોસેફ અને માગેન્થિરન રાજા નામના બે શખ્સોને કોકીનના જથ્થા સાથે  પકડી પાડવામાં આવ્યા છે. જેમની પૂછપરછમાં એક ચોકાવનારો ખૂલાસો સામે આવ્યો છે. બંને જણાવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ નેપાળના રસ્તે ભારતમાં નકલી નોટો સાથે મોટા પ્રમાણમાં માદક પદાર્થોનો કારોબાર કરી રહ્યો છે.

વિદેશીઓ સાથેની પૂછપરછમાં નેપાળ પોલીસને માહિતી પ્રાપ્ત થઇ છે કે તેમની પાસેથી પ્રાપ્ત થયેલ કોકીન તેમને મલેશિયામાં ભારતીય નાગરિક પ્રકાશ રાવે આપ્યું હતું. જેને તે પાકિસ્તાની નાગરિક વાહિદ ખાન ઉર્ફે ચાચા
અબ્દુલ રજ્જાકે આપ્યું હતું. આ કોકીનને મુંબઇ મોકલવાની તૈયારી ચાલી રહી છે. પરંતુ નેપાળ પોલીસે તેમને કાઠમાંડૂની પકડી પાડ્યા છે. આ ધંધામાં શામેલ એક નેપાળી એજન્ટની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ નેપાળ પોલીસે ઇન્ટરપોલની મદદથી મલેશિયામાં પ્રકાશ રાવને પકડવાની યોજના બનાવી છે.  રાવ મલેશિયામાં કોકીનનો ધંધો કરી રહ્યો છે. જેનો સંબંધ દાઉદ ઇબ્રાહિમ સાથે છે. કાઠમાંડુ પ્રમુખ ડીઆઇજી જય બહાદુર ચંદે જણાવ્યું છે કે નેપાળને સેન્ટર બનાવીને કોકિનનો કારોબાર
કરવામાં આવી રહ્યો છે.

home

You might also like