દાઉદે કર્યા ગાંધર્વ વિવાહ, પુત્ર રહે છે બેંગ્લોરમાં : નિરજ કુમાર

મુંબઇ : દિલ્હી પોલીસનાં પૂર્વઆયુક્ત અને સીબીઆઇના જોઇન્ટ ડાયરેક્ટર પદ પર કામ કરી ચુકેલા નીરજ કુમારે ખુલાસો કર્યો કે માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમે બોલિવુડ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. આ બંન્નેનો એક પુત્ર પણ છે જે કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂમાં રહે છે. કુમારે આ ખુલાસો પોતાનાં પુસ્તક ડાયલ ડીમાં કર્યો હતો જે ટુંક જ સમયમાં બજારમાં વેચાણ માટે આવનારી છે.
કુમારે પુસ્તકમાં દાઉદ સાથે થયેલી વાતચીતો અને પોતાનાં કેરિયર દરમિયાન થયેલા અનુભવો વર્ણવ્યા છે. પુસ્તકનાં અનુસાર 1993નો સમય હતો. મુંબઇ વિસ્ફોટો થયે થોડો જ સમય થયો હતો. તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હતો. દિલ્હીમાં સુભાષ સિંહ ઠાકુર, ભાઇ ઠાકુર, ચંદ્રકાંત પાટિલ અને પરેશ દેસાઇ સહિત દાઉદ ગેંગનાં ગણા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ લોકોનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા તો મોટા પ્રમાણમાં હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોની પુછપરછમાં બીજા વધારે લોકોનાં નામ સામે આવ્યા હતા. તેમાંથી એક અહેમદ મનસુર હતો જે દિલ્હીના જામા મસ્જીદ વિસ્તારમાં રહેતો હતો. તે ડી કંપનીના હવાલાનો ધંધો સંભાળતો હતો અને દાઉદને બાળપણથી ઓળખતો હતો.
કુમારે પોતાના પુસ્તકમાં લખ્યું કે મનસુરના જણાવ્યા અનુસાર દુબઇમાં દાઉદ રાજાઓની જેમ ઠાઠમાઠથી રહે છે. તેને ક્રિકેટ અને બોલિવુડ પ્રત્યે ઘણો લગાવ છે. એટલું જ નહી તે જે બોલતો તે નિયમ બની જતો. રિયલ એસ્ટેટ, આર્થિક મુદ્દાઓ, ફિલ્મોની રિલિઝ ડેટ જેવા મુદ્દાઓ દાઉદની કોર્ટમા નક્કી થતા હતા. બોલિવુડની તમામ હસ્તીઓ લગભગ તેની સાથે સારા સંબંધો રાખતા હતા. તેને એક બોલિવુડ અભિનેત્રી ખુબ જ પસંદ હતી અને બંન્નેએ ગુપ્ત રીતે લગ્ન પણ કરી લીધા હતા. બંન્નેનો એક પુત્ર પણ છે જે બેંગ્લોરમાં રહે છે. જેની સારસંભાળ અભિનેત્રીની બહેન કરી રહી છે.
કુમારનાં પુસ્તકમાં અન્ય એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. દાઉદને જ્યારે ખબર પડી કે તેનાં નાના ભાઇ અનીશે સંજય દત્તને હથિયાર આપ્યા છે. તો તે ખુબ જ ગુસ્સે ભરાયો હતો અને તેણે પોતાનાં ભાઇને ખુબ માર માર્યો હતો.

You might also like