થાણે પોલીસે 20 વર્ષ બાદ દાઉદના સાથીની કરી ધરપકડ

અંડર વલ્ર્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના સાથી તારીક અબ્દુલ કરીમ પરવીનની આજે થાણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. 20 વર્ષ જુના મર્ડર કેસમાં આ ધરપકડ કરવામાં આવી છે.

થાણે પોલીસના એન્ટી એક્સ-ટોરર્શન વિભાગે ગુપ્ત ઓપરેશન દ્વારા મુંબઈમાં છુપાયેલા પરવીનની ધરપકડ કરી છે. થાણે પોલીસના આ ગુપ્ત ઓપરેશનના વડા પ્રદિપ શર્માએ જણાવ્યું કે દક્ષિણ મુંબઈના જીટી હોસ્પિટલ પાસે આવેલા અશોકા શોપિંગ સેન્ટરમાં પરવીન છુપાયો હોવાની બાતમી મળતાં અમે ત્યાં દરોડા પડયાં હતા અને તેની ધરપકડ કરી હતી…

શર્માએ વધુમાં ઉમેર્યું કે પરવીને પુછપરછ દરમ્યાન 20 વર્ષ પહેલા મુંબરાના કેબલ ઓપરેટર મોંહમદ ઈબ્રાહીમ બંગડીવાળાની હત્યા કરી હોવાની વાત કબુલી લીધી છે. કેબલના વ્યવસાય મુદે અદાવત થતાં શૌકત ખિલજીની આગેવાનીમાં 7 લોકોએ ગોળી મારીને બંગડીવાળાની હત્યા કરી હતી..

આ મામલે વધુ પુછપરછ માટે પરવીનને મુંબરા પોલીસને સોંપવામાં આવ્યો છે. મુંબરા મર્ડર કેસ સિવાય પણ 1993 બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માંઈડ દાઉદ ઈબ્રાહીમ સાથે તેનો કોઈ સંપર્ક છે કે કેમ તેની પણ પોલીસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી રહી છે..

You might also like