દાઉદના ભત્રીજા સોહેલની અમેરિકામાં ધરપકડ કરાઈ

નવી દિલ્હી : અંડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ભત્રીજો સોહેલ કાસ્કરને નશીલા દ્રવ્યોની હેરફેરમાં ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે, તે વિદેશી ત્રાસવાદી જૂથોને મદદ પહોંચાડવા ઉપરાંત ગેરકાનૂની રીતે મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ વેચતો હતો અને તેનું મટિરિયલ પણ ઉપલબ્ધ કરાવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સોહેલ કાસ્કરે કોલંબિયાના એક ત્રાસવાદી જૂથને મદદ કરી હોવાનો આરોપ છે.

પોલીસે સોહેલ ઉપરાંત અન્ય બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ પણ કરી છે. સોહેલ ઉર્ફે અલી ડેનીસ દાઉસ ઇબ્રાહીમના નાનાભાઇ નૂરાનો પુત્ર છે. સોહેબ સામે જે આરોપ લગાવામાં આવ્યા છે. તેમાં તેને આજીવન કેદની સજા અથવા મિનિમમ રપ વર્ષની સજા થઇ શકે તેમ છે. તેના બચાવ માટે એક ટોચનો વકીલ પણ રોકયો છે. ટોમ કેનીફ નામનો આ વકીલ મેનહટન ફેડરલ કોર્ટમાં સોહેલ વતી દલીલો કરશે. તેની સાથે જ પાકિસ્તાનથી અમેરિકામાં ડ્રગ્સ લઇને આવ્યો. જેમાં મુખ્ય રૃપે હેરોઇન સામેલ હતુ.

દાઉદ ગેંગના એક જૂના સાથીએ જણાવ્યું કે, સોહેલની ધરપકડ બાદ દાઉદ દુઃખી છે કારણ કે તેને દાઉદ વગર તથા કોઇ બીજા મોટા આકાને કહ્યા વગર આ કરાર કર્યો હતો. સોહેબનું પકડાઈ જવું એ દાઉદ માટે શરમજનક કારણ બની ગયું છે.

You might also like