ડેવિડ વોર્નરે બનાવ્યો એવો રેકોર્ડ જે ડૉન બ્રેડમેન પણ નથી કરી શક્યા

સિડની : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કાંગારૂ ટીમના બેટ્સમેન ડેવિડ વોર્નરે એવો રેકોર્ડ બનાવ્યો જે આજ સુધી ડોન બ્રેડમેન સહિત કોઇ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જમીન પર આવુ નથી કરી શક્યા. વોર્નરનાં નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. સીરિઝે અંતિમ ટેસ્ટ મેચનાં પહેલા દિવસે વોર્નરે તોફાની બેટ્સમેન અને લંચ પહેલા જ શતક લગાવી દીધું. એવું આજ સુધીનાં ક્રિકેટનાં ઇતિહાસમાં માત્ર પાંચ બેટ્સમેન કરી ચુક્યા છે.

વોર્નરની ઝડપનો અંદાજ એ હતો કે તેમણે માત્ર 78 બોલમાં 17 ચોગ્ગાની મદદથી પોતાની સદી પુરી કરી હતી. વોર્નરની આ તોફાની બેટિંગનો પાકિસ્તાની બોલરો પાસે કોઇ તોડ નહોતો. જો કે તેનાં થોડા જ સમય બાદ એટલે કે 113 રન પર વહાબ રિયાઝનાંબોલમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. આ ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરનું 18મું શતક હતું.

બ્રેડમેને હેડિંગ્લે (ઇંગ્લેન્ડ)માં રમાયેલ ટેસ્ટ મેચમાં લંચ પહેલા સદી ફટકારી હતી પરંતુ તે પોતાની ધરતી પર આ આવુ કારનામો કોઇ કરી શક્યું નહોતું. આ મેચમાંબ્રેડમેને 334 રન બનાવ્યા હતા. અગાઉ ટેસ્ટ ક્રિકેટમાં પહેલા જ સત્રમાં સદી છેલ્લી વખત 1976માં લાગી હતી. પાકિસ્તાની બેટ્સમેન માજિદ ખાન કરાચીમાં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મેચનાં પહેલા જ સત્રમાં સદી ફટકારી હતી.

ટેસ્ટક્રિકેટમાં એખ જ સત્રમાં શતક બનાવવું વોર્નર માટે એક નવુ નથી. અગાઉ તેમણે 2011માં ભારતની વિરુદ્ધ પર્થમાં રમાયેલી ટેસ્ટમાં પણ 69 બોલમાં સદી પુરી કરી લીધી હતી.

You might also like