ડેવિડ વોર્નરનો પણ ટોચના બેટ્સમેનોમાં સમાવેશ કરોઃ ચેપલ

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન ઇયાન ચેપલના મતે વર્તમાન સમયમાં ટોચના ટેસ્ટ ક્રિકેટર્સમાં વિરાટ કોહલી, સ્ટીવન સ્મિથ અને જો રૂટની સાથે ડેવિડ વોર્નરનો પણ સમાવેશ કરવો જોઈએ. ચેપલે સવાલ ઉઠાવ્યો હતો કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડમાં રેકોર્ડ વધુ સારો નથી તેમ છતાં તે ટોપ-થ્રી ટેસ્ટ ક્રિકેટર્સમાં સામેલ છે.

જાણીતા કોમેન્ટેટર ૭૩ વર્ષીય ચેપલે પોતાની કોલમમાં લખ્યું છે, ”જ્યારે પણ ટેસ્ટ ક્રિકેટમાં વર્તમાન ટોચના ક્રિકેટર્સ વિશે ચર્ચા થાય છે ત્યારે કોહલી, સ્મિથ અને જો રૂટની જ વાત થાય છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પણ સરળતાથી ટોપ-ફોરમાં સામેલ કરી શકાય છે. વળી, ટેસ્ટમાં બેટિંગ એવરેજના મામલે તે સ્મિથ બાદ બીજા નંબર પર છે. વોર્નરનું નામ પણ આ યાદીમાં હોવું જોઈએ.” ઈયાન ચેપલે વધુમાં જણાવ્યું, ”વોર્નરનો ટોપ-થ્રી ટેસ્ટ ક્રિકેટર્સમાં સમાવેશ કરવા પાછળનું કારણ તેનો ભારતમાં સારો રેકોર્ડ છે. ભલે એ શાનદાર નથી, પરંતુ કોહલીને ઈંગ્લેન્ડમાં રેકોર્ડ ખરાબ છે. ઓવરઓલ એવરેજના મામલે બંને ખેલાડી વચ્ચે કોઈ ખાસ ફરક નથી.”

You might also like