હેડલી બીજી વખત પણ ભારત પર કરવા માંગતો હતો હૂમલો

મુંબઇ : આતંકવાદી ડેવિડ હેડલીએ મુંબઇ ખાતે ચાલી રહેલી સુનવણીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા લશ્કર એ તોઇબાનાં મનસુબાઓનો પર્દાફાશ કર્યો હતો. લશ્કર એ તોઇબા દ્વારા શિવસેનાનાં દિવંગત નેતા બાળાસાહેબ ઠાકરેની હત્યા કરવાની યોજના બનાવવામાં આવી હતી. આ માટે સાજી મીરનાં આદેશ પર તેણે બે વાર શિવસેના ભવનની મુલાકાત પણ લીધી હતી. યોજના પ્રમાણે બાળા સાહેબ પર હૂમલો પણ કરાયો હતો. જો કે તે બચી ગયા હતા અને હૂમલો કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી. જો કે હૂમલાખોર પોલીસ કસ્ટડીમાંથી ભાગવામાં સફળ રહ્યો હતો.

અમેરિકામાં તમે કાં તો દોષીત હો છો કાં તો નિર્દોષ. ત્યાં માફી આપવા જેવી કોઇ બાબત નથી હોતી. જો કે મે મુંબઇમાં માફી માટે અરજી કરી હતી. અમેરિકન વિટનેસ પ્રોટેક્શન એક્ટ પ્રમાણે ભારતીય કોર્ટને પુરાવો આપવાથી મને કોઇ લાભ નહી મળે.યુએસ પાસપોર્ટ ઓથોરિટીને નામ બદલવા માટે કોઇ ખોટી માહિતી અપાઇ નહોતી. મે મારી પુર્વ પત્ની ફૈઝા સાથે તાજ હોટલની મુલાકાત લીધી હતી. તસ્વીરો પણ ખુબ પાડી હતી. જો કે તસ્વીરો પાડવા પાછળનું કારણ તેને ખ્યાલ નહોતું.

અમેરિકા દ્વારા 26/11 મુદ્દે કરવામાં આવેલી ધરપકડનાં અડધા કલાક બાદ જ તેમણે સહયોગ આપ્યો હતો અને એફબીઆઇનાં પ્રશ્નોનાં જવાબ આફ્યા હતા. હું અને મારી પત્ની ઘણીવાર કોડ લેંગવેજમાં વાત કરતા હતા. હેડલીએ જણાવ્યું કે 26/11 હૂમલા બાદ પણ તે ભારત પર હૂમલો કરવા અંગે વિચારી રહ્યો હતો. જો કે તે વખતે તે પોતાનો અંગ વિચાર હતો. ભારત પ્રવાસનો ખર્ચનું ફંડિગ ઇલિયાસ કાશ્મીરીએ કહ્યું હતું. જે આશરે એક લાખ પાકિસ્તાની રૂપિયા હતું. મે મારા જીવનનાં ક્યારેય કરાચીમાં આવેલા લશ્કરનાં કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.

હેડલીનાં ખુલાસા બાદ શઇવસેના દ્વારા આ મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. શિવસેનાએ કહ્યું કે જો બાળા સાહેબ પર હૂમલો કરનાર આોપી જેલમાંથી ભાગી ગયો હતો. તો પછી આ મુદ્દે પોલીસ ચુપ કેમ રહી હતી ?

You might also like