કાશ્મીરમાં ફૂટબોલને નવી ઓળખ અપાવી રહ્યા છે સ્કોટલેન્ડના ડેવિડ

જમ્મુઃ સ્કોટલેન્ડના ડેવિડ રોબર્ટસન કાશ્મીરમાં ફૂટબોલને એક નવી ઓળખ આપી રહ્યા છે. તેમની ટ્રેનિંગના કારણે જ કાશ્મીરની રિયલ કાશ્મીર ફૂટબોલ રાજ્યથી આંતરરાષ્ટ્રીય લીગમાં સ્થાન મેળવનારી પ્રથમ ક્લબ બની ગઈ છે.

એક વર્ષથી શ્રીનગરમાં રહેતા કોચ ડેવિડ કાશ્મીરને સંપૂર્ણપણે સુરક્ષિત માને છે. એ જ કારણ છે કે તેમણે પોતાના પુત્ર મેસોન રોબર્ટસનને પણ ક્લબ તરફથી રમવા માટે સ્કોટલેન્ડથી કાશ્મીર બોલાવી લીધો છે. તેમની પત્ની અને પુત્રી પણ કાશ્મીર આવવાના છે.

ખેલાડીઓ સાથે સારો સમન્વય સાધી લેનારા ડેવિડ ક્યારેક ગુસ્સે થાય ત્યારે હિન્દીમાં ગાળો પણ બોલી નાખે છે. એ અલગ વાત છે કે તેમને આ ગાળોના અર્થની ખબર નથી. કાશ્મીર આવેલા ડેવિડ પાસે હાલ ચાર નોકરીનો પ્રસ્તાવ છે.

સ્કોટલેન્ડમાં રેન્જર્સ અને પીટરહેડ તરફથી રમી ચૂકેલા ડેવિડનું કહેવું છે કે, ”કાશ્મીર તો ઠીક, હું ક્યારેય ભારત પણ આવ્યો નહોતો. હું માનતો હતો કે ભારતની જેમ કાશ્મીર પણ ગરમ વિસ્તાર હશે.

આવી માનસિકતા સાથે જ્યારે હું શ્રીનગર પહોંચ્યો ત્યારે બરફવર્ષા થતી જોઈને હું આશ્ચર્યમાં પડી ગયો. વીજકાપ, ઇન્ટરનેટની ખામીઓ વચ્ચે હું સ્વદેશ પાછો ફરવા માગતો હતો, પરંતુ ખેલાડીઓએ એવું કરવા દીધું નહીં.”

ડેવિડ કહે છે, ”કાશ્મીર વિશ્વના અન્ય હિસ્સાની જેમ સુરક્ષિત છે. બસ, તમારે ખોટા સમય પર ખોટી જગ્યાએ આ હોવું જોઈએ. આવું ફિનિક્સ અથવા ગ્લાસ્ગો શહેરમાં પણ થાય છે. કાશ્મીર સુરક્ષિત ના હોત તો મેં મારા પુત્રને અહીં ના બોલાવ્યો હોત.” ડેવિડ કાશ્મીરની પહેલાં ચીન અને યુગાન્ડામાં પણ કામ કરી ચૂક્યા છે.

You might also like