દાઉદની મદદથી ભારતમાં રમખાણોની ISIની યોજના

નવી દિલ્હી : મુંબઇ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ હાલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની મદદથી ભારતમાં કોમી રમખાણો કરાવવા અને અનેક વીઆઇપી તેમજ હિન્દુ નેતાઓની હત્યા કરવાનું ષડયંત્ર રચી રહ્યો હોવાનું એક અખબારનાં અહેવાલમાં જણાવાયું છે. આ માટે તે ભારતમાં સક્રિય આતંકી સંગઠન સિમીની મદદ પણ લઇ રહ્યો છે. આ ઉપરાંત દાઉદ પાકિસ્તાનમાં રહીને આઇએસઆઇ માટે ફંડિંગનું પણ કામ કરી રહ્યો છે. અખબાર મુજબ આઇએસઆઇ ભારતમાં નવા મોડ્યુલર તૈયાર કરી રહ્યું છે. આ યોજનામાં દાઉદ પણ સામેલ છે અને તે ભારતમાં ઘણાં સ્થળોએ રમખાણો કરાવીને હિન્દુ નેતાઓની હત્યા કરવા માંગે છે. છોટા શકીલના સાગરિત સૈયદ રહેમાને આ ખુલાસો કર્યો છે. રહેમાનના જણાવ્યા મુજબ દાઉદ આઇએસઆઇ માટે ફંડિંગનું કામ કરી રહ્યો છે અને ભારતમાં કોમી રમખાણો કરાવવાની કોશિશમાં છે.
ભારતમાં સક્રિય અન્ય સંગઠનો નબળાં પડતાં હુલ્લડો કરાવવા માટે આઇએસઆઇને અંડરવર્લ્ડની મદદ લેવી પડે છે. તેના માટે વિદેશથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે. અંડરવર્લ્ડ દ્વારા મોટી હસ્તિઓ અને સ્થળોને નિશાન બનાવવા

માટે સ્થાનિક લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. ભારતનાં ઘણાં મોટા શહેરો તેમના નિશાના પર છે.
તપાસ એજન્સીઓ મુજબ રહેમાનને બેંગ્લુરુમાં શ્રીરામ સેનાના નેતાની હત્યા કરવા માટે પણ નાણાં અપાયાં હતાં. એજન્સીઓની વધુ તપાસમાં જાણવા મળ્યું કે ડી કંપની ભાજપ અને દક્ષિણપંથી નેતાઓની હત્યા માટે ફંડિંગ કરી રહી છે, જેથી દેશમાં કોમી હુલ્લડો કરાવી શકાય.

You might also like