Categories: Sports

ડેવિડ બહુ જ રોમેન્ટિક છેઃ વિક્ટોરિયા

લંડનઃ સિંગિગથી માંડીને ફેશન જગતમાં ધમાલ મચાવી ચૂકેલી વિક્ટોરિયા બેકહમનું કહેવું છે કે તેનો પતિ અને ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી ડેવિડ બેકહમ બહુ જ રોમેન્ટિક છે અને તે પરિવારને પ્રાથમિકતા આપે છે. વિક્ટોરિયાએ કહ્યું, ”ડેવિડ બહુ જ રોમેન્ટિક છે અને અમે નિયમિત રીતે એકબીજાને આશ્ચર્યમાં મૂકી દેનારી કંઈક ને કંઈક પ્રેમભરી ચીજો કરતા રહીએ છીએ.”

૪૧ વર્ષીય વિક્ટોરિયાના જણાવ્યા અનુસાર, ”હું પહેલી વાર લગભગ ૨૦ વર્ષ પહેલાં એક ફૂટબોલ મેચ દરમિયાન ડેવિડને મળી હતી. રમત બાદ અન્ય બધા ખેલાડી પોતાના મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા, પરંતુ ડેવિડ પોતાનાં માતાપિતા અને નાની બહેન જોએના સાથે ઊભો હતો. તેના માટે પરિવારનું બહુ જ મહત્ત્વ છે.”

વિક્ટોરિયા કહે છે, ”અમારાં લગ્નમાં પણ પરિવારે મોટી ભૂમિકા ભજવી હતી. ડેવિડે મારા પિતા સામે એક ઘૂંટણ પર બેસીને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી માગી હતી, જે બહુ જ સન્માનજનક હતી.” ડેવિડ-વિક્ટોરિયાનાં ત્રણ પુત્ર – બ્રૂકલીન (૧૬), રોમિયો (૧૩) ક્રૂઝ (૧૦) અને પુત્રી હાર્પર (૪) છે.

divyesh

Recent Posts

રે મૂરખ મનવા, મહાભારતનું ગાન કર

પાંચમા વેદ મહાભારતને ઘરમાં રાખવા અને તેના પઠનને કોણે અને ક્યારે વર્જિત ગણાવ્યો છે? મહાભારતનું ગાન થતું ત્યારે લોકહૃદયમાં તેનાં…

14 hours ago

Ahmedabad: એક અનોખું આર્ટ એક્ઝિબિશન

અમદાવાદમાં સૌપ્રથમ વાર ચેપલની અંદર આર્ટ એક્ઝિબિશન કરવાનો અનોખો પ્રયાસ નીના નૈષધ- નીકોઇ ફાઉન્ડેશન તથા કોલકાતાના સિગલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં…

14 hours ago

Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત…

14 hours ago

24 કલાક પાણી મળતાં મળશે, અત્યારે હજારો શહેરીજનો ટેન્કર પર નિર્ભર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ. ૮૦૫૧ કરોડના બજેટને ભાજપના શાસકોએ 'મોર્ડન અમદાવાદ'નું બજેટ તરીકે જાહેર કર્યું છે.…

15 hours ago

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટમાં પાંચ દિવસ સુધી સુધારો થઈ શકશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવાતી ધો.૧૦ અને ધો.૧રની બોર્ડ પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી…

15 hours ago

IOC બિલ કૌભાંડની તપાસથી મુખ્ય રોડનાં કામ ખોરવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: બે વર્ષ અગાઉ ચોમાસાના પહેલા રાઉન્ડના સામાન્ય વરસાદમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડને ઓછા-વધતા અંશમાં નુકસાન થતાં સમગ્ર…

15 hours ago