બુરખો પહેરવા પરના પ્રતિબંધને કેમરૂનનું સમર્થન

લંડન: બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરૂને શાળા,કોર્ટ, બોર્ડર ચેક પોઈન્ટ પર ચહેરો ઢાંકતા આવરણો જેવા કે બુરખો પહેરવા પરના પ્રતિબંધને સમર્થન આપ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે ફ્રાંસની માફક બ્રિટન બુરખા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં મૂકે.

કેમરૂને જણાવ્યું હતું, ‘તમે કોઈ સંસ્થામાં જતા હોવ અથવા તમે કોઈ કોર્ટમાં હોવ અથવા બોર્ડર પર તમારે કોઈનો ચહેરો જોવો હોય તો તે બાબતમાં હું યોગ્ય અને સમજપૂર્વકના નિયમો અમલમાં મૂકનાર સત્તાવાળા અને સંસ્થાનું હંમેશા સમર્થન કરીશ.’

બ્રિટીશ મુસ્લિમોને ઉદ્દામવાદી બનતા અટકાવવા અને ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ ધ લેવન્ટ (આઈએસઆઈએલ)જેવા આતંકી જૂથોમાં જોડાવા માટે મધ્યપૂર્વના દેશો તરફ જતા રોકવા માટેના શ્રેણીબધ્ધ પગલાં જાહેર કરવાની બ્રિટન તૈયારી કરી રહ્યું છે તેના ભાગરૂપ મનાય છે.

તેમણે જણાવ્યું હતું,’ ઉદાહરણ તરીકે કોઈ એક શાળા હોય અને તેની એકસમાન નીતિ હોય જે ખૂબ સમજી વિચારીને અમલમાં મૂકવામાં આવી હોય અને લોકો તે એકસમાન નીતિનું ઘણી વખત ધર્મ સાથે સંબંધ ન હોય ત્યારે પણ ઉલ્લંઘન કરવા માંગતા હય તો તમારે હંમેશા સ્કૂલની તરફેણ કરવી જોઈએ.

You might also like