NSG સભ્યપદ માટે બ્રિટન પણ કરશે ભારતનું સમર્થન

લંડન : બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતનાં એનએસજીનાં સભ્યપદનાં દાવાનું સમર્થન કરવાનો ભરોસો વ્યક્ત કર્યો છે. ન્યૂક્લિયર સપ્લાયર ગ્રુપનો હિસ્સો બનવાની દોડમાં ભારતને બ્રિટનનું સમર્થન એક મહત્વની સિદ્ધી ગણાવી શકાય.આગલા અઠવાડીયે જ ન્યૂક્લિયર ટ્રેડિંગ ક્લબની મહત્વપુર્ણ બેઠક થવાની છે. એવામાં બ્રિટનનું ભારતને સમર્થન ઘણું મહત્વનું છે. ગુરૂવારે ટેલિફોન દ્વારા વડાપ્રધાન મોદીએ કેમરોન સાથે ચર્ચા કરી હતી. ત્યાર બાદ કેમરૂને ભારતની એન્ટ્રીને સમર્થનની પૃષ્ટી કરી હતી.

ડાઉનિંગ સ્ટ્રીટનાં પ્રવક્તાએ જણાવ્યું કે વડાપ્રધાને ભારતનાં વડાપ્રધાન મોદી સાથે એનએસજી સભ્યનાં માટે આવેદનનાં મુદ્દે વાતચીત કરી છે. એનએસજી ન્યૂક્લિયર સપ્લાયર દેશોનાં જુથ છે, જે મળીને દુનિયાભરનાં પરમાણુ હથિયારોનાં નિર્માણવાળી સામગ્રી, ઉપકરણ અને ટેકનીકનાં નિકાસને નિયંત્રીત કરે છે. બ્રિટિશ પ્રવક્તાએ કહ્યું કે વડાપ્રધાન કેમરૂને આ વાતની પૃષ્ટી કરી છે કે બ્રિટન એનએસજી સભ્યપદ માટે ભારતનાં આવેદનનું સમર્થન કરશે.

બંન્ને નેતાઓની ફોન પર થયેલી ચર્ચા દરમિયાન ભારત બ્રિટનનાં સંબંધો અંગે પણ ચર્ચા કરી. પ્રવક્તાએ કહ્યું કે બંન્ને નેતાઓએ આ વાત અંગે સંમતી વ્યક્ત કરી કે ભારત અને બ્રિટનનાં સંબંધો સતત મજબૂત થઇ રહ્યા છે. પ્રિંસ વિલિયમ અને તેની પત્ની કેટ મિડલ્ટનની હાલની યાત્રાથી તેમાં વધારો થયો છે. એનએસજી મેમ્બરશીપનાં માટે ભારતનાં દાવાને અમેરિકા પાસેથી સમર્થન મળ્યું છે. અમેરિકાએ ગ્રુપનાં અન્ય સભ્યોને પણ પત્ર લખીને ભારતનું સમર્થન કરવા માટે કહ્યું છે. 24 જુને સિયોલમાં યોજાનારી ગ્રુપની બેઠકમાં ભારતનાં દાવા પર ચર્ચા થઇ શકે છે.

You might also like