સ્ટાર ફૂટબોલર ડેવિડ બેકહામે ૧.૩૭ કરોડની જેગુઆર ખરીદી

બ્રિટિશ ફૂટબોલ સ્ટાર ડેવિડ બેકહેમે ક્રિસમસમાં પોતાના માટે એક અત્યંત લકઝ્યુરિયસ ગિફ્ટ ખરીદી. તેને જેગુઆર એફટાઈપ પ્રોજેક્ટ-૭ મોડલની એક્લુઝિવ સ્પોટર્સ કાર ખરીદી છે. કંપનીએ આ મોડલની માત્ર ૨૫૦ ગાડીઓ જ બનાવી છે.

આ ખુલ્લી ટુ -સીટર કાર કલાકના ૩૦૦ કિ.મી.ની ટોપ સ્પીડે દોડી શકે છે. તેનો પાવરફૂલ એન્જિન સ્ટાર્ટ થયાની માત્ર ૩.૮ સેકન્ડમાં જ શૂન્યથી ૧૦૦ કિ.મી. પ્રતિ કલાકના વેગે દોડે છે. બેકહામ આ કારનો ઉપયોગ પોતાની વીકએન્ડ ડ્રાઈવમાં કરશે. બેકહામ પાસે કેડિલેક એસકેલેડ, જીપ રેગલર, ફેરારી-૬૧૨ જેવી લકઝરી ગાડીઓ અને મોટરસાઈકલનું કલકશન છે.

You might also like