બેકહેમના ચહેરા પર ચોકલેટ કોણે મૂકી ?

ઈન્ટરનેટ પર બ્રિટિશ ફૂટબોલર સ્ટાર ડેવિડ બેકહેમની વિચિત્ર તસવીર પ્રગટ થઈ. આ તસવીરમાં બેકહેમ ભર ઊંઘમાં છે અને તેના ચહેરા તથા છાતી પર ચોકલેટો વેરાયેલી છે. આ તસવીર બનાવટી નહીં, પરંતુ સાચી છે. આ ફોટો ડેવિડ બેકહેમના ૧૬ વર્ષના દીકરા બ્રુકલીને પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ કરી છે. બ્રુકલીને પપ્પા ડેવિડ થાકીને સૂઈ ગયા હતા ત્યારે તેમના ચહેરા પર ચોકલેટો પાથરીને ફટાફટ ક્લિક કરી દીધું. ડેવિડનો દીકરો બ્રુકલીન બેકહેમ સોશિયલ મીડિયામાં ૧૦ લાખ ફોલોઅર્સ સાથે પોપ્યુલર છે.

You might also like