ડવેન જોન્સને પ્રિયંકા સાથે શેર કરી તસ્વીરો

હોલીવુડ ફિલ્મ “બેવોચ”ના લીડ સ્ટાર ડવેન જોન્સને હાલમાં જ ફેસબુક પેજ પર પ્રિયંકા ચોપરાની તસ્વીરો શેર કરી છે. બેવોચના સેટ પર ક્લિક કરેલી કેટલીક તસ્વીરો શેર કરતી ડવેનએ લખ્યું છે કે , “દરેક મોટી વાર્તાની શરૂઆત મોટા વિલન સાથે થાય છે..” આ ફિલ્મમાં પ્રિયંકા નેગેટિવ કિરદારમાં જોવા મળશે. ડવેને પ્રિયંકાના વખાણ કરતા લખ્યું છે કે, “મારી બહેન પ્રિયંકા મારા ફેવરીટ સ્ટાર્સમાંથી એક છે.” ડવેને પ્રિયંકા સાથે એક સપ્તાહ સુધી બેવોચના સ્ટે પર સમય પસાર કર્યો હતો. તેની કેટલીક તસ્વીરો શેર કરી છે. સાથે આગામી શિડ્યુલમાં સાથે જોડાવાનું લખ્યું હતું. તો બીજી તરફ પ્રિયંકાએ પણ ઇન્ટાગ્રામ પર આ જ તસ્વીરો શેર કરીને ફિલ્મના આગામી શિડ્યુલના શૂંટિગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. સાથે ડવેન સાથે કામ કરવાના અનુભવને પણ વખાણ્યો હતો.

You might also like