દોલતી ચાટ

સામગ્રી
2 લીટર કુલ ક્રીમ દૂધ
21/2 કપ ક્રીમ
1 ચમચી ટાર્ટર ક્રીમ
1 કપ દળેલી ખાંડ
2 ચમચી પિસ્તા (કટ કરેલા)
1 ચમચી ખોયા
સિલ્વર વર્ક
સામગ્રીઃ એક બાઉલ કે વાસણમાં દૂધ, ક્રીમ અને ટાર્ટર ક્રીમ એડ કરીને આખી રાત ફ્રિજમાં રાખો. બીજા દિવસે તેમાં ચાર ચમચી ખાંડ, ગુલાબ જળ મિક્સ કરીને બરોબર હલાવો. તેના માટે તમે બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છે. તેમાંથી નિકળેલા માખણને અલગથી ઉંડી પ્લેટમાં રાખો. આ પ્રક્રિયામાં લગભગ 2-3 કલાક લાગે છે. કારણકે દૂધમાંથી પૂર્ણ રીતે માખણ કાઢી લેવાનું છે. થોડી ખાંડ માખણની વચ્ચે અને થોડી ઉપરના ભાગમાં ખાંડ મિક્સ કરો. જ્યાં સુધી માખણમાંથી દૂધ ન નિકળી જાય અને તે એકદમ સૂકાઇ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો. હવે અલગ અલગ વાટકીમાં ચાટ ભરી તેની પર કટ કરેલા પિસ્તા, ખોયા અને સિલ્વર વર્ક લગાવીને સજાવો

You might also like