પુત્રીનું નામ રાખવા ઇચ્છતી હતી ‘સાયનાઇડ’, કોર્ટે મંજુરી ન અાપી

લંડન: બ્રિટનમાં એક માતા દ્વારા પોતાના સંતાનનું અજીબ નામ રાખવાનો કેસ સામે અાવ્યો છે. અા માતા પોતાની પુત્રીનું નામ ખતરનાક ઝેર સાયનાઈડના નામ પર રાખવા ઇચ્છતી હતી, પરંતુ કોર્ટે તેની પરવાનગી ન અાપી. કોર્ટે તેની પાછળ એવી દલીલ કરી કે અાના કારણે તેનાં બાળકોને નુકસાન પહોંચી શકે છે. રિપોર્ટ મુજબ અા પ્રકારનો પહેલો કેસ વેલ્સના પોવીશનો છે. કોર્ટમાં તેની સુનાવણી દરમિયાન જજે મહિલાને અા નામ રાખવાની અનુમતિ ન અાપી. અપીલમાં કોર્ટના જજે કહ્યું કે કોઈ પણ માતા પોતાની પુત્રીનું નામ સાયનાઈડ ન રાખી શકે. કોર્ટે કહ્યું કે અા ‘અતિ’નો કેસ છે અને માતાની અા અસામાન્ય પસંદગીથી તેનાં બાળકોને નુકસાન થઈ શકે છે.

અા મહિલાઅે પોતાની પુત્રીના જો‌િડયા ભાઈ માટે પણ જે નામ પસંદ કર્યું છે તે પણ ખાસ છે. તેણે પોતાના પુત્રનું નામ પ્રિચર (ઉપદેશક) રાખ્યું છે. કોર્ટમાં મહિલાને પુત્રીના અા નામ માટે અેવી દલીલ કરી કે પોતાનાં બાળકોનાં નામકરણનો તેને અધિકાર છે, જોકે જજોઅે તેની અા માગને ફગાવી દીધી.

સૂત્રોઅે જણાવ્યું કે લેડી જસ્ટિસ કિંગે કહ્યું કે અા માતા માનસિક બીમારી, ડ્રગ્સ, અાલ્કોહોલની લત અને ખોટું વર્તન કરનારી એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં રહી ચૂકી છે. જ્યારે પોવીશ કાઉન્ટી કાઉન્સિલના સામાજિક કાર્યકર્તાઅોને માતા દ્વારા પોતાનાં બાળકોનું અાવું નામ રાખવાની જાણકારી મળી ત્યારે તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો.

You might also like