ઘાટલોડિયામાં હત્યારા બેકાર પિતાની ક્રૂરતા, 5 વર્ષની દિકીરીનું મોત થતાં પોલીસે નોંધ્યો હત્યાનો ગુનો

ગઈ કાલે ઘાટલોડિયામાં એક બેકાર પિતા દ્વારા પોતાના બન્ને માસૂમ દીકરા-દીકરીનું દોરીથી ફાંસો આપી હત્યા કરવાની કોશિશ કરાઈ હતી. જેમાં બન્ને સંતાનોને પાડોશીઓએ સારવાર માટે  તાત્કાલિક  ખાનગી દવાખાને ખસેડયા હતા.

સારવાર બાદ દીકરાની સ્થિતિ તો સુધરી ગઈ પરંતુ લાડકી દીકરી ક્રૂર બાપના પંજાનો માર ઝીલી ન શકી. આ માસૂમ બાળકી હોસ્પિટલમાં જ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતી મોતની ગોદમાં કાયમને માટે સૂઈ ગઈ અને મનમાં જ બોલતી ગઈ ‘પપ્પા મારો શું વાંક…’ આ  ઘટનામાં  ઘાટલોડિયા પોલીસે  પિતા વિરુદ્ધ હત્યાની કલમ ઉમેરી ગુનો નોધી સંતાનોના હત્યારા બાપની ધરપકડ કરી હતી.

આર્થિક સંકડામણને લઇને ગઇકાલે ઘાટલોડીયાના આકાશગંગામાં રહેતા પિતાએ બંને સંતાનોને દોરીથી ફાંસો આપી હત્યા કરવાની કોશિસ કરી હતી. જેમાં આજે દીકરીનું મોત નિપજ્યું છે.

You might also like