Categories: Gujarat

સગી દીકરીએ વૃદ્ધ માને સિવિલને બાંકડે તરછોડી દીધી

અમદાવાદ: સમાજમાં સામાન્ય રીતે એક કે તેથી વધુ દીકરાઓ હોવા છતાં મા બાપને સાચવવાની જવાબદારીમાંથી છટકી જતાં દીકરાઓને કારણે મા બાપ વૃદ્ધાશ્રમાં રહેવા મજબૂર બને છે ત્યારે કેટલાક કિસ્સાઓમાં દીકરીઓ મા બાપને સાચવી લે છે અને તેનો સહારો બનીને વૃદ્ધાશ્રમમાં આશરો લેતા અટકાવે છે. દીકરા મા બાપને સાચવવા તૈયાર ન હોય તેવા કિસ્સાઓ સમાજમાં બહુ જ જોવા મળે છે પરંતુ દીકરી પોતાની જ માને ભગવાન ભરોસે રસ્તા પર રઝળતી મૂકે તેવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. આવો જ એક કિસ્સો અભયમ્ હેલ્પલાઈન થકી પ્રકાશમાં આવ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેના બાંકડા ઉપર પહેરેલા કપડે રામ રોટીથી પેટ ભરતાં ૭૭ વર્ષનાં કાઉબહેન જાદવ નામનાં વૃદ્ધાની દયનીય હાલત જોઈને એક અજાણી વ્યક્તિએ ૧૮૧ પર કોલ કરીને અભયમ્ની મદદ માગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કાઉબહેન નામનાં આ વૃદ્ધાની ઉંમર ૭૭ વર્ષની છે. કાઉબહેનને કુંટુબમાં એક માત્ર સંતાન દીકરી જ છે. અન્ય કોઈ સગાં વહાલાં નહીં હોવાથી કાઉબહેન દીકરીના ઘેર ચિલોડા રહેતાં હતાં.

અચાનક એક દિવસ દીકરી મા કાઉબહેનને સિવિલ હોસ્પિટલના બાંકડે હમણાં આવું છું કહીને મૂકીને જતી રહી તે પછી ચાર મહિના સુધી દેખાઈ નહીં. કાઉબહેન પાસે તો ના પૈસા હતા, ના કપડાં, ના રહેવા માટે અન્ય કોઈ આશરો. ચાર મહિનાથી આગ ઝરતી ગરમીમાં સિવિલના બાંકડાને ઘર બનાવી કાઉબહેન બેસી રહ્યાં. બાજુમાં રામ રોટી આશ્રમમાંથી રોટલી દાળ લાવીને ખાઈને ગુજારો કરતા રહ્યાં. શરૂમાં લોકોને લાગ્યું કે હોસ્પિટલમાં કોઈની સાથે હશે. પરંતુ લાંબો સમય પસાર થતાં એક ભાઈએ બા માટે અભયમ્ને કોલ કરીને મદદ માગી.

અભયમ્ના કાઉન્સિલર તસ્મિયાબહેન અને શીતલબહેને બાને શાંતિથી સમજાવ્યાં પૂછપરછ કરી ત્યારે બાએ રડતાં રડતાં કહ્યું કે મારે કુટુંબમાં માત્ર એક દીકરી અને જમાઈ છે જે મને રાખવા માગતા નથી. મહેરબાની કરી મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાવ, અભયમે અનેક સ્થળોએ બાને રાખવા માટે પ્રયત્નો કર્યા પરંતુ બાની ઉંમર અને સ્વાસ્થ્ય જોતાં ક્યાંય તેમને આશ્રય આપવા કોઈ તૈયાર નહોતું. છેવટે એક વૃદ્ધાશ્રમમાં આશ્રય આપવાનું નક્કી કરતાં પહેલાં બાની દીકરી જમાઈનો સંપર્ક કરવામાં આવ્યો.
નજીકના પોલીસ સ્ટેશનની મદદથી બાને લઈને દીકરીના ગામમાં અભયમ્ના કાઉન્સિલર ગયા પરંતુ દીકરીએ માને રાખવાની ચોખ્ખી ના પાડી દીધી. બાએ કરગરીને પોતાને માટે વૃદ્ધાશ્રમની વ્યવસ્થા કરવાનું કહ્યું.

છેવટે પોલીસ ગામના સરપંચ, અભયમ્ કાઉન્સિલર તેમજ ગામના બે મોભીની હાજરીમાં દીકરી અને જમાઈને સમજાવવામાં આવ્યા છેવટે દીકરી માને રાખવા તૈયાર થઈ. અભયમે માને કહ્યું દીકરી તમારી રાખવા તૈયાર છે તેને માફ કરી દો.

ચાર મહિનાની રસ્તે રઝળવાની યાતનાને પણ ભૂલાવી દઈને એક પણ ક્ષણનાં વિલંબ વગર માએ દીકરીને માફ કરી દીધી અા રીતે અનેક યાતનાઓ વેઠયા પછી માતાને દીકરીના ઘરે આશ્રય મળ્યો.

divyesh

Recent Posts

ભારતમાં લોકસભાનો ચૂંટણીજંગ લડાશે રાષ્ટ્રવાદના મુદ્દે

લોકસભાની આગામી ચૂંટણી કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારની કામગીરી અને વિકાસના મુદ્દે જ લડાવાની હતી. તેના માટેની તમામ તૈયારી શાસક પક્ષ…

20 hours ago

10 પાસ માટે પોલીસમાં પડી છે ભરતી, 63,200 રૂપિયા મળશે SALARY…

જમ્મૂ-કાશ્મીર પોલિસમાં ઘણી જગ્યાઓને લઇને ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીના માધ્યમથી કોન્સ્ટેબલના પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.…

21 hours ago

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ તમારાં કાર્યો પ્રત્યે તમે લોકોનું ધ્યાન તમારા તરફ ખેંચવાના પ્રયત્ન કરી શકશો. તમારા વ્યક્તિત્વ ઘડતર પાછળ સમાજ પણ મહત્ત્વની ભૂમિકા…

21 hours ago

વોશિંગ્ટનમાં એક હોટલે ગ્રાહકો માટે કોન્ટેસ્ટ શરૂ કરી, જાણી ચોંકી જશો તમે…

અમેરિકાના ન્યૂ ઓરલેન્સ સ્થિત રુઝવેલ્ટ હોટલને ૧૨૫ વર્ષ પૂરાં થઇ ચૂક્યાં છે. મેનેજમેન્ટ આ અવસરને અનોખી રીતે મનાવવાનો પ્લાન કરે…

21 hours ago

એશિયન કુસ્તીની યજમાની છીનવી UWWએ ભારતને મોટો ઝટકો આપ્યો

નવી દિલ્હી: વિશ્વ કુસ્તીના ટોચના એકમ (UWW)એ ગઈ કાલે ભારતને એક મોટો ઝટકો આપતાં આ વર્ષે જુલાઈમાં યોજાનારી જુનિયર એશિયન…

23 hours ago