જલ્લાદ વહુએ પતિની સામે જ NRI સસરાને સળગાવવાનો પ્રયત્ન કર્યો, પિયરિયાઓએ સાથ આપ્યો

અમદાવાદના કુબેરનગરમાં એક જલ્લાદ પુત્રવધૂનો પોતાના જ સસરાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, કુબેરનગરમાં રહેતી એક મહિલાએ પોતાના પરિવારજનો સાથે મળીને પોતાના જ સસરાને પેટ્રોલ છાંટી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં ગંભીર રીતે દાઝેલા વૃદ્ધ સસરાને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પુત્રવધૂ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે સસરા અને પુત્રવધુને કોઈ બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલ પુત્રવધુએ સસરાને જીવતા સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પુત્રવધુના સસરા NRI છે. તેમજ છેલ્લા ૬ મહિના માટે અમદાવાદમાં પોતાના પરિવારજનોને મળવા માટે ભારત આવ્યા હતા. જો કે આ દરમ્યાન ગંભીર બોલાચાલીને પગલે પુત્રવધુએ સસરાને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કરી લીધો હતો.

જો કે પુત્રવધુ કોમલ પરમાર સસરાથી રિસાઈને પોતાના પિયર ચાલી ગઈ હતી. જેને મનાવવા સસરા હરીશભાઈ પરમાર પોતાના પુત્ર અને કોમલના પતિ અરુણ પરમાર સાથે પુત્રવધુના પિયર પહોંચ્યા હતા. જ્યાં બોલાચાલી થતાં પુક્ષવધુ કોમલે પોતાના પરિવારજનોના ત્રણ સભ્યો સાથે સસરા પર પેટ્રોલ છાંટીને તેમને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. કોમલે સસરાને સળગાવવામાં પોતાની માતા, નાની બહેન અને ભાઈનો સહારો લીધો હતો.

પારિવારિક ઝઘડો પતાવવા માટે કોમલના સસરા તેના પતિ અને દિયરને લઈને કોમલના પિયર ગયા હતા. જ્યાં કોમલના પતિ અને દિયરની સામે જ સસરાને પેટ્રોલ છાંટી સળગાવવામાં આવ્યા હતા. બાદમાં કોમલના પતિ અને દિયરે આ મામલે પોલીસ ફરિયાદ કરી છે.

You might also like