એક મહિનાથી લાપતા પુત્રીના વિરહમાં વયોવૃદ્ધ પિતાનો નદીમાં ઝંપલાવી આપઘાત

અમદાવાદ: અમદાવાદના એનઆઇડી પાસે આવેલા સરદાર‌િબ્રજ પરથી ગઇ કાલે એક 80 વર્ષના વૃદ્ધે નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. વૃદ્ધની દીકરી છેલ્લા ત્રણ મ‌િહનાથી ગુમ થઇ હતી તેના વિયોગમાં ગઇ કાલે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. ગઇ કાલે વૃદ્ધના પરિવારજનો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે વૃદ્ધની દીકરીએ પણ આ જ બ્રિજ પરથી છલાંગ લગાવીને ત્રણ મહિના પહેલાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નારોલના શાહવાડી ગામમાં આવેલા ઠાકોરવાસમાં રહેતા 80 વર્ષીય માન‌િસંગ ફકીરજી લોઢાએ ગઇ કાલે સરદાર‌િબ્રજ પરથી નદીમાં છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ માન‌િસંગભાઇનાં પરિવારજનોને થતાં તેઓ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા.
માન‌િસંગભાઇ છેલ્લા ઘણા દિવસથી ડિપ્રેશનમાં હોવાની પોલીસ સમક્ષ પરિવારજનોએ કબૂલાત કરી હતી. છેલ્લા ત્રણ મહિના પહેલાં માન‌િસંગભાઇની દીકરી ઘર છોડીને જતી રહી છે તેના વિયોગમાં માન‌િસંગભાઇ ડિપ્રેશનમાં હતા અને આત્મહત્યા કરી લીધી છે.

ત્યારે બીજી બાજુમાં માન‌િસંગભાઇની દીકરીએ પણ ત્રણ મહિના પહેલાં સરદાર‌િબ્રજ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાબરમતી નદીમાં સ્યુસાઇડ કરીને કોઇ પણ વ્યકિત આત્મહત્યા કરે છે ત્યારે પોલીસ તેમના ફોટોગ્રાફ્સ પાડી લે છે. થાેડાક દિવસ પહેલાં ફાયર‌િબ્રગેડની ટીમે એક અજાણી યુવતીની લાશને નદીમાંથી બહાર કાઢી હતી અને તેનાે ફોટોગ્રાફ્સ પાડી લીધો હતો. આ લાશને એક એઠવા‌િડયા સુધી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં રાખ્યા પછી તેના અંતિમસંસ્કાર કરી દીધા હતા.

ગઇ કાલે પોલીસે તમામ બિનવારસી મહિલાઓની લાશના ફોટોગ્રાફ્સ માન‌િસંગભાઇના પરિવારજનોને બતાવ્યા ત્યારે માન‌િસંગભાઇની દીકરીનો પણ ફોટોગ્રાફ્સ પોલીસ પાસે હતો, માટે પોલીસને આ વાતની ખાતરી થઇ ગઇ કે ત્રણ મહિના પહેલાં જે યુવતીની લાશ મળી હતી તે માન‌િસંગભાઇની દીકરી હતી.

You might also like