બિહારના આ ગામમાં ચીંથરેહાલમાં જીવે છે બિલ ગેટ્સની દત્તક પુત્રી

પટણા: બિહારના પટણા જિલ્લાના દાનાપુર સ્થિત જમસૌત મુસહરી ગામની બેટી રાણી કે જેને બિલ ગેટ્સ દંપતીઅે પાંચ વર્ષ પહેલાં દત્તક લેવા વચન આપ્યું હતુ. પરંતુ આજ સ‌ુધી તે વચન પૂરું થયું નથી અને રાણી આજે બિહારના આ ગામમાં ચીંથરેહાલમાં જીવન ગુજારી રહી છે.

બિલ ગેટ્સ ફાઉન્ડેશન અને બિહાર સરકાર વચ્ચે ૨૦૧૦માં સ્વાસ્થ્ય સુધારા અંતર્ગત અેક કરાર થયો હતો. જેમાં આરોગ્યને લગતા વિવિધ માપદંડ જેવા કે માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, કુપોષણ, આંગણવાડી, આશા કાર્યકર વગેરે અંગે કામગીરી કરવાની હતી. તે અંગે ૨૦૧૧માં માઈક્રોસોફટના સંસ્થાપક બિલ ગેટ્સ અને તેમનાં પત્ની બિહારના આ ગામમાં આવ્યા હતા.

જમસૌત મુસહરી ગામની રૂંતીદેવીઅે જણાવ્યું કે તેમને આજે પણ તે દિવસ યાદ છે કે જ્યારે બિલ ગેટ્સ દંપતી તેમના ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે તેની પુત્રી રાણીને ગોદમાં લીધી હતી. અને તે વખતે રાણી સાથે આ ગામને દત્તક લેવા વાયદો આપ્યો હતો. રૂંતીઅે જણાવ્યું કે તે દિવસે તે મજૂરીઅે ગઈ હતી ત્યારે તેને અચાનક ઘેેરથી બોલાવવામાં આવી હતી. તેણે ઘેર આવી જોયું તો ગેટ્સ દંપતી તેની પુત્રીને ગોદમાં લઈને બેઠા હતા અને તે વખતે તેઓઅે ગામના કેટલાક લોકોની હાજરીમાં તેની બાળકીને દત્તક લઈ ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી.

ગ્રામજનો મજાક ઉડાવે છેઃ રૂંતી
આ અંગે રાણીની માતા રૂંતીઅે જણાવ્યું કે બિલ ગેટ્સ જેવા મોટા વ્યકિત મારા ઘેર આવ્યા હતા તેનાથી અમને ગામમાં માન મળતું હતુંં પરંતુ તે વખતે જે બિલ ગેટ્સ દંપતીઅે જે ખાતરી આપી હતી તે પૂરી નહિ થતાં હવે ગામ લોકો મારી મજાક ઉડાવે છે. જેથી અમારે અવારનવાર શરમમાં મુકાવવું પડે છે.

You might also like