2.38 લાખ રૂપિયામાં લોન્ચ થઇ Datsun redi-GO

નવી દિલ્હી: Nissanની સહયોગી કંપની ડેટ્સન ઇન્ડીયાએ ભારતમાં બજેટ કાર redi-GO લોન્ચ કરી છે. તેની શરૂઆત કિંમત 2.38 લાખ રૂપિયા છે અને તેને ટોપ મોડલની કિંમત 3.34 લાખ રૂપિયા (દિલ્હી એક્સ શોરૂમ) રાખવામાં આવી છે. તેને સૌથી પહેલાં Auto Expo 2014માં કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી.

આ બજેટ કાર પાંચ વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. તેમાં D, A, T, T(O) અને S સામેલ છે. ભારતમાં આ મારૂતિ સુઝુકી અલ્ટો 800, ક્વિડ અને હ્યુંડઇ ઇયોનની ટક્કર મળશે. આ નાની કારને રેનો ક્વિડની તરફથી CMF-A પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. જો કે ક્વિડને એસયૂવીની માફક ડિઝાઇન કરવામાં આવી છે.

તેના વેરિએન્ટમાં ઓક્સ અને યૂએસબી સપોર્ટવાળા ઓડિયો સિસ્ટમની સાથે સીડી પ્લેયર, બે સ્પીકર, પાવર સ્ટીયરિંગ અને ફ્રંટ પાવર વિંડો આપવામાં આવી છે. ટોપ એન્ડ મોડલમાં ડેલાઇટ રનિંગ લેપ્સ અને ડ્રાઇવર સાઇડ એરબેગ આપવામાં આવી છે. બજારમાં તેના પાંચ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે.

એન્જીનની વાત કરીએ તો તેમાં 799ccનું ઇન્ટેલિજેટ સ્પાર્ડ ઓટોમેટેડ ટેક્નોલોજી (iSAT)થી સજ્જ ત્રણ સિલિન્ડરવાળા એન્જીન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 5-સ્પીડ મેનુઅલ રિયર બોક્સ મળશે અને આશા છે કે કંપનીવાળા આગામી સમયમાં તેનું AMT વેરિએન્ટ પણ લોન્ચ કરશે.

You might also like