સુકા મેવાથી ભરપૂર ખજૂર રોલ

સામગ્રી-
300 ગ્રામ ખજૂર
200 ગ્રામ કોપરાની છીણ
100 ગ્રામ મગફળીના શેકેલા દાણા
અડધો કર તડબુચના બીજ
એક ચમચી ઇલાયચી પાવડર
1 કપ કિશમિશ
100 ગ્રામ દળેલી ખાંડ
એક કપ કાજુ-બદામની કતરણ

રીત-
ખજૂરના બીજ કાઢીને તેને નાના ટુકડા કરી લો. મગફળીના દાણાને મિક્સરમાં અધકચરા વાટી લો. હવે એક થાળી કે બાઉલમાં અડધી ટોપરાની છીણ લો અને તેમાં ખજૂર અને વાટેલા મગફળીના દાણા નાંખો. ત્યાર બાદ તેમાં તડબુચના બીજ, કાજુ-બદામની કતરણ, દળેલી ખાંડ અને ઇલાયચી પાવડર નાંખીને સારી રીતે મિક્સ કરી લો. હવે તૈયાર થયેલા મિશ્રણના મોટા રોટલા વણી લો. બચેલી ટોપરાની છીણને એક થાળીમાં ફેલાવી દો અને ખજૂરના રોટલાને તેની પર મુકીને ધીમે ધીમે રોલ વાળતા જાવ. હવે આ રોલને નાના નાના ટુકડામાં કાપી લો અને કિશમીશથી સજાવીને સર્વ કરો.

You might also like