ખજૂરની રસમલાઈ

સામગ્રી : અેક લિટર દૂધ, સો ગ્રામ ખજૂર, પચીસ ગ્રામ માવો, પચીસ ગ્રામ નાળિયેરનું ખમણ, પચીસ ગ્રામ ત્રણ ચમચા દળેલી ખાંડ, બે ચમચા શિંગોડાંનો લોટ, ઘી, કેસર, પિસ્તા, ચારોળી, અેલચી

રીત : અેક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. દૂધ થોડું ઘટ્ટ થાય અેટલે તેમાં ખાંડ ઉમેરી દેવી. કેસરને વાટી લેવું અને તેને અેક વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં ઘૂંટીને ઊકળી રહેલા દૂધમાં મિક્સ કરવું. હવે અા દૂધને ધીમા મધ્યમ તાપે ઊકળવા દેવું. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેવું. દૂધ ઊકળીને બાસુંદી જેવું ઘટ્ટ થાય અેટલે તેમાં અેલચીનો ભુો મિક્સ કરીને ઉતારી લેવું. ખજૂરના ઠળિયા કાઢીને તેને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ બનાવી લેવી. તેમાં માવો, નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ મિક્સ કરીને નાના બોલ્સ બનાવી લેવા. શિંગોડાંના લોટમાં થોડું પાણી ઉમેરીને ખીરું બનાવી લેવું.

અા ખીરામાં ખજૂરના બોલ્સ ડુબાડીને ઘીમાં તળી લેવા. અેક ડિશમાં દૂધ કાઢી તેમાં ખજૂર બોલ્સ મૂકવા. ઉપર બદામ, પિસ્તા અને ચારોળીથી ગાર્નિશ કરી ખજૂર રસમલાઈ સર્વ કરવી. ઘણા પ્રકારની ખજૂર બજારમાં ઉપલબ્ધ હોય છે તેમાં કાળી પોચી અને અફઘાની ખજૂરનો ઉપયોગ કરવાથી તેનો સ્વાદ વધુ સારો અાવે છે.

You might also like