ખજૂર અને કોફી મિલ્કશેક

સામગ્રી:
1 કપ ખજૂર
10 મોટી ચમચી કોપી પાવડર
6 કપ દૂધ
5 6 લીલી ઇલાયચી
3 મોટી ચમચી ખાંડ
3/4 કપ તાજુ ક્રીમ

બનાવવાની રીત:
સૌથી પહેલા એક વાસણમાં પાણી અને કોફી પાવડર નાંખીને ગરમ કરો. હવે એમાં ખાંડ અને લીલી ઇલાયચી નાંખીને ખાંડ પીગળે ત્યાં સુધી ગરમ કરો. ગેસ બંધ કરી દો એને ઠંડું પાડવા મૂકી દો, હવે ખજૂરમાં થોડું દૂધ મિક્સ કરીને બ્લેન્ડરમાં પીસી લો. એમાં કોફી વાળું મિક્સ કરીને, દૂધ અને ક્રીમ નાંખીને મિક્સ કરો. ત્યારબાદ એમાં બ્લેન્ડર ચલાવો. મિલ્ક શેકને ગ્લાસમાં નિકાળી દો. મિલ્ક શેક તૈયાર છે એને સર્વ કરો.

You might also like