ભારત માતાની જય બોલવું મુસ્લિમો માટે જાયઝ નથીઃ દારૂલ ઉલુમ

નવી દિલ્હી: ભારત માતાની જય બોલવાનો ઇન્કાર કરનાર અોલ ઇન્ડિયા મજલિસ ઇન્કેહાદુલ મુસ્લિમીના અધ્યક્ષ અસદુદ્દીન અોવેસીને લઈને રસ્તાથી લઈને સંસદ સુધી રાજકીય બબાલની વચ્ચે ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારૂલ ઉલુમના મુફ્તીઅોનું કહેવું છે કે અમે અા વતનને અમારા ભગવાન સમજતા નથી. તેથી મુસલમાનો માટે અાવો નારો લગાવવો જાયઝ નથી.

ઉલ્લેખનીય છે કે અારઅેસઅેસ પ્રમુખ મોહન ભાગવતે પણ કહ્યું હતું કે ભારત માતાની જય બોલવા માટે કોઈને મજબૂર ન કરી શકાય. થોડા દિવસ પહેલાં ભારત માતાની જય બોલવાને લઈને અોવેસીનું વિવાદાસ્પદ નિવેદન અાવ્યા બાદ દારૂલ ઉલુમના મુફ્તિઅોને સેંકડો સવાલો પૂછાઈ રહ્યા હતા.

બે દિવસ પહેલા દારૂલ ઇફતામાં થયેલી અાઠ સભ્ય મુફ્તિઅોની ખંડપીઠની બેઠકમાં અા સવાલ પર મંથન કરવામાં અાવ્યું. મુફ્તિઅોઅે જવાબ અાપ્યો કે થોડાં વર્ષો પહેલાં વંદે માતરમનો મુદ્દો ઉઠ્યો હતો. અા ગીતને સ્કૂલોમાં હિંદુ-મુસ્લિમ બધા માટે વાંચવાનું ફરજિયાત કરાયું હતું. હવે ભારત માતા કી જયના નારા દરેક મુસલમાન માટે જરૂરી બની ગયા છે.

અા બંને મુદ્દા એક જેવા છે. વંદે માતરમ અંગે અહીંથી લખાયું હતું કે હિંદુસ્તાન અમારું વતન છે. અમે અને અમારા પૂર્વજો અહીં જન્મ્યા છે. અા અમારું માદરે વતન છે. અમે તેને પ્રેમ કરીઅે છીઅે પરંતુ અમે અા વતનને અમારા ભગવાન સમજતા નથી.

ખુદા સિવાય કોઈની પૂજા નહીં
મુસલમાન ખુદા એક હોવામાં વિશ્વાસ રાખે છે. તેથી તેઅો ખુદા સિવાય અન્ય કોઈની પૂજા કરી શકતા નથી. મુસલમાનોને અા ગીતથી અલગ રાખવામાં અાવે. હવે ભારત માતાની જયના નારા લગાવવા પર લોકોને મજબૂર કરાઈ રહ્યા છે. ભારત માતા એક દેવી છે. લોકો તેમની પૂજા કરે છે. ભારત માતા દેવીને લોકો હિંદુસ્તાનનાં માલિક અને ભગવાન સમજે છે. પરંતુ ઇસ્લામમાં માનનારા મુસલમાનો ક્યારેય પણ અા નારા સાથે સમજૂતી નહીં કરી શકે. ભારતના સંવિધાન મુજબ અહીં રહેતી દરેક વ્યક્તિને કોઈપણ ધર્મ પાળવાની છૂટ અપાઈ છે. કોઈપણ વ્યક્તિ તમને તે માટે મજબૂર ન કરી શકે.

You might also like