તણાવમુક્ત રહેવા માટે ડાર્ક ચોકલેટનું સેવન લાભદાયી રહેશે

વોશિંગ્ટન: આમ તો સામાન્ય રીતે વધુ ચોકલેટ ખાવાથી આરોગ્ય પર વિપરીત અસર થાય છે તેવી માન્યતા છે પણ અમેરિકાની લોમા લિંડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ કરેલા અભ્યાસ પરથી દાવો કર્યો છે કે ડાર્ક ચોકલેટનાં સેવનથી માણસ તણાવમુકત રહી શકે છે તેમજ તેના કારણે તેની યાદ શકિત અને રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો થાય છે.

આ માટે અમેરિકાની લોમા લિંડા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ડાર્ક ચોકલેટના કારણે શરીર પર થનારી અસરો અંગે પહેલા અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે આવી ચોકલેટના સેવનથી માણસ તણાવમુકત રહી શકે છે તેમજ તેના કારણે તેની યાદ શકિત અને રોગ પ્રતિકારક શકિતમાં પણ વધારો થાય છે.

આ માટે કોકો(જેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે) ફ્લેવોનોયડસ ઉત્તમ સ્રોત છે. ફ્લેવોનોયડસ એક પ્રકારનું એન્ટીઓક્સિડેન્ટ છે જે માણસના મગજ અને હાર્ટ માટે સારું ગણાય છે. અને તેના કારણે લાભ પણ થાય છે. આ અંગેનાં સંશોધનમાં બહાર આવ્યું છે કે ૪૮ ગ્રામ ડાર્ક ચોકલેટ (જેમાં ૭૦ ટકા કોકો હોય) ખાવાથી ન્યૂરોનને સક્રિય કરતા અનેક જિન અને ગ્રંથિઓ વધુ સક્રિય બની જાય છે.

તેના સેવનથી મગજ, નસો અને અન્ય ગ્રંથીઓ વધુ સક્રિય બને છે. વિજ્ઞાનીઓનું માનવુ છે કે આ બાબતની ખાતરી કરવા માટે મોટી માત્રામાં લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં આવા પરિણામ જોવા મળ્યાં છે.

You might also like