દાર્જીલિંગમાં હિંસાનો દાવાનળ ફરી ભભુક્યો : પોલીસ અને નાગરિકોએ રણશિંગા ફૂંક્યા

દાર્જીલિંગ : દાર્જિલિંગમાં ગોરખા જન મુક્તિ મોરચા દ્વારા અનિશ્ર્ચિતકાળની હડતાળ આજે શનિવારે પણ યથાવત્ત રહી હતી. જેના પગલે ઉત્તર પશ્ર્ચિમ બંગાળના પર્વતીય ભાગોમાં પરિસ્થિતી તંગ જોવા મળી રહી છે. ત્યારે આ હિંસામાં આજે પોલીસ અને જીજીએમના સમર્થકો વચ્ચે કેટલાક સ્થળો પર ધર્ષણનાં બનાવો બન્યા હતા. જેમાં બે વ્યક્તિનું મોત નિપજ્યાં હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ત્યારે આ મામલે પશ્ર્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આ બંધને એક કાવતરૂ ગણાવ્યું હતું.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે તેઓ સમગ્ર વિસ્તારમાં શાંતિની સ્થાપના માટે એક પેનલની રચનાં કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક અખિલેશ ચતુર્વેદીએ જણાવ્યું કે ભારતીય રિઝર્વ બટાલિયનનાં બીજા દળનાં કમાન્ડર લોકો સાથે થયેલા ઘર્ષણમાં ગંભીર રીતે ઘાયલ થયાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. રાજ્યનાં એડીજીએ જણાવ્યું કે, જીજેએમ સમર્થકોએ પોલીસ પર ફાયરિંગ કર્યું અને પોલીસનાં વાહનોને આગ હવાલે કરી દીધા હતા. જેમાં એક નાગરિકોનું મોત નિપજ્યું છે.

જીજેએમનાં સહાયક મહાસચિવ બિનય તમંગે દાવો કર્યો કે પોલીસ અને તૃણમુલ કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ શુક્રવારે રાત્રે લગભગ 3 વાગ્યે તેમનાં ઘરે એવી જ રીતે દરોડો પાડ્યો હતો જેવો તેમણે બિમલગુરગંગનાં ઘરે પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બિમલ ગુરગંગનાં ઘરે પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં તિર કામઠા અને ખુરકી સહિતનાં હથિયારો મળી આવ્યા હતા. જે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા.

તમંગે દાવો કર્યો કે પોલીસ દ્વારા તેનાં પુત્રની પણ ધરપકડ કરી લીધી છે. જ્યારે તેમનાં પુત્રને રાજનીતિક કે આંદોલન સાથે કોઇ જ લેવા દેવા નથી. તમંગે જણાવ્યું કે એક સ્થાનિક પત્રકારની ધરપકડ કરનાં કારણે અમે સ્તબ્ધ છીએ. તેઓ એક મીડિયા સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ ન તો રાજકીય પક્ષનાં સભ્ય નથી કે નથી સરકાર તરફી.

You might also like