ડેનિયલ ક્રેગ હવે જેમ્સ બોન્ડ નહીં બને

નવી દિલ્હી: હોલિવૂડ અભિનેતા ડેનિયલ ક્રેગે જેમ્સ બોન્ડ સિરીઝની બે અન્ય ફિલ્મોમાં કામ કરવાની અોફર ઠુકરાવી દીધી છે. અા ફિલ્મમાં કામ કરવા માટે ક્રેગને ૬૬૮ કરોડ રૂપિયા અોફર કરાયા હતા, પરંતુ તેણે અા માટે ઇન્કાર કરી દીધો, તેમાં પ્રોફિટ શેર્સ, અેન્ડોર્સમેન્ટ અને કોપ્રોડ્યૂસરની ફી પણ સામેલ હતી.

ડેનિયલ ક્રેગે એક અંગ્રેજી ન્યૂઝપેપરને જણાવ્યું કે તે જેમ્સ બોન્ડ સિરીઝમાં પોતાની સફર પૂરી કરી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘સ્પેક્ટર’ બાદ ક્રેગે ફિલ્મ સ્ટુડિયો એમજીએમને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે હવે તે અાગળ કામ કરવા ઇચ્છતો નથી, પરંતુ ફિલ્મ કંપનીને થયું હતું કે કદાચ તેઅો વધુ પૈસા અાપશે તો અભિનેતા માની જશે. કંપની દ્વારા વધુ પૈસાની થયેેેેલી અોફર પણ ક્રેગના ઇરાદાને બદલી ન શકી. ક્રેગે ચાર ફિલ્મોમાં જેમ્સ બોન્ડનું પાત્ર ભજવ્યું છે. તેણે પોતાના ઇન્કારનું કારણ ઘૂંટણમાં ઇજાનું બતાવ્યું હતું. તેનું કહેવું છે કે હવે તે એક્શન સીન નહીં કરી શકે અને તેથી તે બોન્ડનું પાત્ર નહીં ભજવી શકે.

ઉલ્લેખનીય છે કે ડેનિયલ ક્રેગ અા સિરીઝની છેલ્લી ચાર ફિલ્મોથી અત્યાર સુધી ૩.૮ કરોડ પાઉન્ડ એટલે કે ૩૭૩ કરોડ રૂપિયા કમાઈ ચૂક્યો છે. ક્રેગ અા રોલને નિભાવનાર સૌથી મોંઘો અભિનેતા છે.

You might also like