સફાઇ કામ માટે ભૂગર્ભ ગટરમાં ઉતરેલા સાળા-બનેવીના ગૂંગળાઇ જવાથી મોત

અમદાવાદ: થાન નગરપાલિકા વોર્ડ નં.૧માં આવેલી ભૂગર્ભ ગટરના સફાઇ કામ માટે ઉતરેલા સગા સાળા-બનેવીના ગૂંગળાઇ જવાથી મોત થતાં આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ થાન નગરપાલિકા દ્વારા ર૦ ફૂટ ઊંડી ભૂગર્ભ ગટરનું સફાઇ કામ બે દિવસથી શરૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકામાં રોજમદાર સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતો મોહિત સોલંકી ભૂગર્ભ ગટરમાં ઉતર્યો હતો અને ગટરમાં રહેલો કચરો મશીન દ્વારા દૂર કરતો હતો ત્યારે અચાનક તેને ગૂંગળામણ થતા બૂમાબૂમ કરતા ગટરની બહાર ઊભેલો તેનો સાળો દિનેશ સોઢા બનેવીને બચાવવા માટે ગટરમાં ઉતર્યો હતો.

બંને સાળા બનેવીને ગૂંગળામણ થવા લાગતા રાડારાડ કરી મૂકી હતી અને બંનેના ગટરમાં જ મોત થયા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like